સુરતમાં જિલ્લા ફેરબદલી કેમ્પમાં જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષકોને અન્ય માધ્યમમાં ગોઠવવામાં આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. ગુજરાતી માધ્યમના શિક્ષકોની અન્ય માધ્યમમાં બદલી કરવાના નિર્ણય સામે જિલ્લા ફેરબદલીના 6 માધ્યમોએ વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના ઉચ્ચ સચિવ દ્વારા સરકારી શાળાના મુખ્ય શિક્ષકની જિલ્લા ફેર બદલીમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમમાં ગોઠવવા માટે નિર્ણય લેવાયો હતો.


બદલી કરવાના નિર્ણય સામે શિક્ષકો રોષે ભરાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત ખાતે જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના ઉચ્ચ સચિવ દ્વારા સરકારી શાળાના મુખ્ય શિક્ષકની જિલ્લા ફેર બદલીમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમમાં ગોઠવવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં HTAT શિક્ષકોની જિલ્લા ફેર બદલીમા અન્ય માધ્યમમાં મૂકવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓ દ્વારા સચિવના નિર્ણયનો વિરોધ કરાયો હતો. ગુજરાતી માધ્યમના શિક્ષકોને ખોટા માધ્યમમાં બદલી કરવાના નિર્ણય સામે શિક્ષકો રોષે ભરાયા હતાં.

કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારાઈ

વિરોધ કરી રહેલા શિક્ષકોએ કહ્યું હતું કે, ગુજરાતી માધ્યમના શિક્ષકોને મરાઠી અને ઉર્દુ ના આવડતુ હોય તો પણ આ માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવા પડશે.સુરતમાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં HTAT શિક્ષકોની બદલી કેમ્પ પૂર્વે આ વિરોધ કરવામાં આવ્યો હતો. નગર શિક્ષણ સમિતિ દ્વારા આજે HTAT શિક્ષકોની બદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ દ્વારા વિરોધ કરાયો હતો. સચિવે જાહેર કરેલા પરિપત્રનો અમલ કરી ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી કરાશે તો કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.


  • Follow us on: