- 496 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન બનશે વિશ્વકક્ષાનું
- પ્રોજેક્ટમાં રેલ્વે મંત્રાલય દ્વારા 63% રકમ ચૂકવાશે
- પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનશે
રેલવે વિભાગની મંજૂરી
સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઈ છે. સુરતમાં બનનારા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં કરોડોના ખર્ચે એલિવેટેડ રોડ બનશે અને આસપાસના વિસ્તારોને સીધા જ રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે.
મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષ એ એક ટ્ટ્વિટર X પર જાહેરાત કરી હતી કે, સુરતમાં હવે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓ આકાર પામી રહી છે ત્યારે સુરતમાં અમદાવાદની જેમ જ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ કરવામાં આવનારું છે. કેન્દ્રિય રેલવે મંત્રી આ અંગે નવી જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું છેકે, સુરતમાં જે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે, તેમાં એલિવેટેડ રોડનું નિર્માણ કરવામાં આવશે. આ એલિવેટેડ રોડ બનાવવા માટે રુ. 496 કરોડનો ખર્ચ થશે. એલિવેટેડ રોડ બનવાથી આસપાસના વિસ્તારો સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે.
કેન્દ્રિય રેલવે મંત્રીનું ટ્વિટર X
કેન્દ્રિય રેલવે મંત્રી દર્શના જરદોશે તેમના ટ્વિટર (X) પર જણાવ્યું છેકે, સુરતવાસીઓની જૂની માગોને ધ્યાનમાં રાખીને સુરતમાં વિકાસનું પ્રતિક બનવા જઇ રહેલા મલ્ટીમોડલ ટ્રાન્સ્પોર્ટેશન હબમાં એલિવેટેડ રોડના વિકાસને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. આ એલિવેટેડ રોડનું કામ 496.88 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં 63 ટકા ખર્ચ રેલવે મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવશે. આ એલિવેટેડ રોડ અને મલ્ટીમોડલ ટ્રાન્સ્પોર્ટેશન હબ વિશ્વકક્ષાનો બનાવવામાં આવશે.

પ્રોજેક્ટની વિશેષતા
આ પ્રોજેક્ટ અંતર્ગત રેલ્વે સ્ટેશનમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે યાત્રીઓ માટે વીઆઈપી લોઉન્જ તૈયાર કરાશે અને ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવશે. રેલ્વે -બસ સેવાને એક સાથે જોડવામાં આવશે. પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનાવાશે અને અલગ અલગ કોમર્શિયલ પ્લાઝા પણ બનાવવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ મોડમાં ઇન્ટરસિટી બસ સ્ટેશન ,ઇન્ટર સ્ટેટ બસ સ્ટેશન ,કોમર્શિયલ ટાવર, ત્રણ સબ પ્લેટફોર્મ અને મોલ પણ બનાવાશે.