સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. એજન્સીના માલિકનું રિક્ષા ચાલકે અપહરણ કરીને ત્રણ કરોડની ખંડણી માંગી હતી. ખંડણી નહીં મળતા એજન્સીના માલિકની હત્યા કરી દેવામાં આવી છે. આરોપીએ લાશને બે ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ આરોપી ફરાર થઈ જતાં પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયાં છે.


આરોપી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો

સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકનું એક રિક્ષા ચાલકે અપહરણ કર્યું હતું. રિક્ષા ચાલકે ગત 12 તારીખે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એજન્સીના માલિકનું અપહરણ કરીને ત્રણ કરોડની ખંડણી માંગી હતી. ખંડણી નહીં મળતા રિક્ષાચાલક રશીદે એજન્સીના માલિકની હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ લાશના બે ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધા હતાં. ત્યાર બાદ આરોપી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.

આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં

અપહરણની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તપાસ દરમિયાન લિંબાયતની મીઠી ખાડીમાંથી એક કોથળામાંથી વેપારીની લાશ મળી આવી હતી. અપહરણની ઘટના બાદ પણ રાશિદ પોલીસ સાથે ફરતો હતો. રાશિદ કેવી રીતે ભાગી ગયો તેને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયાં છે. આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.


  • Follow us on: