રાજ્યમાં જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કેક કાપવાનો વીડિયો વાયરલ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. યુવાનો તલવારથી કેક કાપી અથવા તો હવામાં ફાયરિંગ કરીને બર્થડે ખાસ બનાવાની વિચિત્ર હરકતો કરે છે. પોલીસ પર આવા લોકો પર આકરી કાર્યવાહી કરે છે છતાં પણ આજના યુવાનો સુધરવાનું નામ નથી લેતા. ત્યારે ફરી એકવાર સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપવાની ઘટના સામે આવી છે.


બર્થડે ઉજવવામાં યુવાનો ભૂલ્યા ભાન!

સુરતમાં હવે અસામાજિક તત્વોને તો પોલીસનો ડર જ રહ્યો નથી. પોલીસની ચેતવણીઓ છતા ઘણા લોકોને સુધરવું જ નથી. સુરતમાં યુવાનોએ તલવારથી જાહેરમાં કેક કાપવાનો તમાશો કર્યો છે. હવે પોલીસે જાહેરમાં તલવારથી કેક કાપી બેર્થડે ઉજવનાર સામે કડક કાર્યવાહી કરી છે. ભેસ્તાન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ જાહેરમાં તલવારથી કેક કાપી હતી અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસે તમામ યુવકોની પૂછપરછ કરીને કાર્યવાહી હાથધરી છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ સુરત શહેરમાં તલવારથી કેક કાપી ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થતા ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 5 યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી થઈ હતી.


  • Follow us on: