- હાઈકોર્ટે મેડિકલ સારવાર માટે આપ્યા જામીન
- ગુજરાત નહીં છોડવાની શરતે આપ્યા જામીન
- પાસપોર્ટ હાઈકોર્ટમાં કરાવવો પડશે જમા
રાજ્યના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં પોતાની કારથી નવ જેટલાં લોકોનો જીવ લેનાર તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલના જામીન મંજૂર કર્યા છે. જેમાં કોર્ટ તરફથી ગુજરાત ન છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. તેમજ તેનો પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરવા માટેનો આદેશ આપ્યો છે.
છેલ્લા થોડાં સમયથી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી એવા તથ્ય પટેલના પિતા દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી રહી હતી. જેના પર આખરે હાઇકોર્ટ નિર્ણય કર્યો છે. હાઈકોર્ટે મેડિકલ સારવાર માટે જામીન આપ્યા છે. તેમજ તેની સાથે જ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોર્ટે પ્રજ્ઞેશ પટેલને આદેશ આપ્યો છે કે, પ્રજ્ઞેશે પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવો પડશે. જેની સાથે જ તમામ શરતોને આધારે પ્રજ્ઞેશને જામીન નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
શું હતો ગુનો
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે લોકોને ધમકી આપી હતી. જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. જેમાં મેડીકલ સારવાર માટે જામીન આપ્યા છે.
અત્યાર સુધીમાં શું ઘટના બની છે
આ ઘટનામાં પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી અપાયા હતા. ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલે પોતાના વકીલ નિસાર વૈદ્ય મારફતે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.
વિવાદોમાં રહ્યા છે પ્રજ્ઞેશ પટેલ
પ્રજ્ઞેશ પટેલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના નોંધાયા છે. તેમજ પ્રજ્ઞેશ છેલ્લાં ચાર વર્ષથી વિવાદમાં રહ્યા છે. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ સાથે ગુના નોંધાયા છે. જેમાં અમદાવાદ સોલામાં- 2, શાહપુર- 1, રાણીપ- 1 તો ક્રાઈમ બ્રાન્ચ- 1 અને મહિલા ક્રાઈમ- 1 ફરિયાદ નોંધાય છે. જ્યારે ડાંગમાં NC ફરિયાદ તો મહેસાણામાં- 1 ફરિયાદ નોંધાય છે.