સુરતમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી પર શોષણનો કેસ, જેમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધમાં શોષણ કર્યુ હોવાની વાત સામે આવી છે, પુણા પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં શિક્ષિકાને ગર્ભવતી બન્યાની ખબર જ ન હતી આ તો પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવ્યો ત્યારે ઘટસ્ફોટ થયો, તો 13 વર્ષનો વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ છે કે નહી તેને લઈ પોલીસ પણ ચિતામાં મૂકાઈ છે, તો વિદ્યાર્થીનો પોટેન્શિયલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને શિક્ષિકા અવાર-નવાર વિદ્યાર્થી સાથે એકાંત માણતી હોવાની વાત પણ સામે આવી છે.
પુણા પોલીસે બંન્નેને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપ્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે તાજેતરમા સુરતથી એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હોવાની ઘટના બની હતી. આ ઘટનાના ચાર દિવસ બાદ બંને જણા રાજસ્થાન બોર્ડર પરથી મળી આવ્યાં છે. પોલીસે બંનેને લકઝરી બસમાંથી પકડી પાડ્યાં છે. બંને જણા દિલ્હી અને જયપુર ફર્યા બાદ ઘરે પરત ફરી રહ્યાં હતાં. બંને જણા ફરવા માટે ઘરેથી ભાગ્યા હતાં. પુણા પોલીસે બંને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપ્યા છે. શિક્ષિકા અને વિદ્યાર્થી સુરતથી નીકળ્યા બાદ વડોદરા ખાતે રોકાયા હતાં. સુરતથી ટ્રેન મારફતે વડોદરા ગયા હતાં.
પોલીસે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા
પુણામાં રહેતા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષીય વિદ્યાર્થીને તેની ૨૩ વર્ષીય ટ્યૂશન ક્રમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઈ દ્વારા ભગાવી જઈ યૌનશોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી ૨૦ અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવતાં સનસનાટી મચી છે. આ સગીર જ્યારે ૧૨ વર્ષનો હતો ત્યારથી શિક્ષિકા તેનું યૌનશોષણ કરતી હોઈ પોલીસે પોક્સોની કલમ ૪.૮.૬, અને ૧૨નો ઉમેરો કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ શિક્ષિકાને ૨૦ અઠવાડિયાનો એટલે કે ચાર મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો
૨૫મી એપ્રિલે પૂણા વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી ૨૩ વર્ષીય માનસી નાઈ ભગાવી ગયાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી હતી. શરૂઆતમાં પારિવારીક કારણોસર આ શિક્ષિકા તેને લઇ ગઇ હોવાની વાતો વચ્ચે ૩૦મીએ જ્યારે આ સગીર સાથે જયપુરથી પરત ફરતી વખતે આ શિક્ષિકાને ચાલુ બસમાં શામળાજી બોર્ડર પાસેથી પકડવામાં આવી ત્યારે નવું ચિત્ર સામે આવ્યું હતું. છેલ્લાં એક વર્ષથી આ શિક્ષિકાએ સગીરને પોતાની જાળમાં ફસાવ્યો હોવાનું અને ત્રણ મહિનાથી શરીર સંબંધ હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસે જ્યારે આ શિક્ષિકાનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો.