જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા મૃતકોના નશ્વર દેહ વતન પરત ફરશે. રાજ્ય સરકારે આ માટે મંત્રીઓને જવાબદારી સોંપી છે. તે ઉપરાંત ત્યાં ફસાયેલા મુસાફરો માટે હવાઈ સેવાની પણ સુવિધા કરવામાં આવી છે. શ્રીનગરથી મુંબઈ ઈન્ડિગોની ફ્લાઇટ 3105માં મૃતકોના નશ્વર દેહ વતન પરત લાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ફસાયેલા પ્રવાસીઓને પણ પરત લવાઈ રહ્યાં છે. ત્યાર બાદ મુંબઈથી લકઝરી મારફતે તેમને ભાવનગર લાવવામાં આવશે. મૃતકોના નશ્વર દેહ મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભાવનગર ખાતે લવાશે.
મંત્રીઓને પણ જવાબદારી સોંપવામાં આવી













