થરાદની નર્મદા કેનાલ જાણે મોતની કેનાલ બની હોય તેમ લાગી રહ્યું છે.નર્મદા કેનાલમાં લોકોએ નદીમાં ઝંપલાવ્યું હોવાની ઘણી ઘટનાઓ બની છે. તો પ્રાપ્ત માહિતી મુજબ થરાદમાં ખાનપુર નર્મદા કેનાલના ફાટકમાંથી યુવક અને યુવતીની ડેડ બોડી મળી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક રાજસ્થાનથી ભાગીયા તરીકે યુવક અને યુવતી પરિવાર સાથે આવેલા હતા. જે 2 દિવસથી ગુમ થઈ ગયા હતા. જેમની શોધખોળ કરવામાં આવી હતી. તેમના મૃતદેહ મળી આવ્યા હતા.


કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહ મળ્યા

થરાદની ખાનુપર કેનાલના ફાટકમાંથી યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.મૃતદેહ મળી આવવાની જાણ થતા થરાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ ફાયર ટીમે ભારે જહેમત બાદ બંનેની ડેડબોડી બહાર કાઢી હતી. તો બંને યુવક યુવતીના મોતને લઈને ચોક્કસ માહિતી નથી મળી. થરાદ ફાયર બ્રિગેડ દ્વારા ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. તેમજ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરિવારને જાણ કરવામાં આવી 

થરાદની ખાનપુર કેનાલના ફાટકમાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવક યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. યુવક યુવતીના મૃતદેહને બહાર કાઢ્યા પછી તેમને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. 6 દિવસ પહેલા જ થરાદમાં ડેરી પુલ નજીક નર્મદા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું હતું. જે મામલે ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. તેમણે 4 કલાકનની ભારે જહેમત પછી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.


  • Follow us on: