- શિક્ષણ અધિકારીએ તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો
- સ્કૂલનો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હોય તેવું જણાય છે: DEO
- ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ નહી કરાવવા શાળાને તાકીદ
અમદાવાદની ક્લોરેક્સ શાળામાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વાલીઓ તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પર શાળાનાં પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ પ્રતિક્રિયા આપી હતી કે, અમારી શાળા દરેક તહેવારની નિયમિત રીતે ઉજવણી કરીએ છીએ. તેમજ અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો કે કોઈ ધર્મને પ્રમોટ કરવાનો ઈરાદો નથી.
સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીઓ જણાવ્યું હતું કે, કેલોરેક્સ શાળા ઘાટલોડિયામાં આવેલી છે. તા. 27.9.2023 નાં રોજ ઈદે મિલાદનાં તહેવાર નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની એક બાબત ધ્યાન ઉપર આવી જેનો વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેવી ઘટનાં ધ્યાન ઉપર આવી તેવી તરત જ અમે શાળાને નોટીસ ફટકારી હતી. અને તેનો ખુલાસો માંગ્યો હતો. જે ખુલાસો શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે આજે અમારી ટીમ શાળા કક્ષાએ ગઈ હતી. અને ખાસ હકીકત લક્ષી અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.













