- TY B.com સેમેસ્ટર 5નું પેપર લીક
- પ્રોફેસરે પેપર લીક કર્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
- એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડિટિંગનું પેપર લીક
વલસાડ ના શાહ એન.એચ.કોમર્સ કોલેજ માં પેપર લીક થવાની ઘટના સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાલમાં કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં હવે વલસાડમાં શાહ એન.એચ.કોમર્સ કોલેજ વિવાદમાં આવી છે. જેમાં TY B.com સેમેસ્ટર 5નું પેપર લીક થયું હોવાની વાત સામે આવી છે.
આ અંગે માહિતી અનુસાર, વલસાડ સ્થિત શાહ એન.એચ કોમર્સ કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી હતી. જે દરમિયાન TY B.com સેમેસ્ટર 5નું એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 6 લીક થવાની વિગતો સામે આવી હતી. જેમાં પ્રોફેસર પર જ પેપર લીક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેના પછી વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને ભારે વિરોધ કરવામાં આવ્યો છે.













