- મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને લેવાયો નિર્ણય
- 7થી 11 ઓગસ્ટ સુધી પાવાગઢમાં રોપ વે સેવા બંધ
- 12 ઓગસ્ટથી રાબેતા મુજબ રોપ વે સેવા શરુ થશે
યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આગામી 5 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે તંત્ર દ્વાર મેઈન્ટેનેન્સ હોવાનું કારણ આપ્યું છે.
આ અંગે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તારીખ 7 ઓગસ્ટ થી 11 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.













