• સરદાર સરોવર નર્મદા ડેમ 64 ટકા ભરાયો
  • હાલ નર્મદા ડેમની જળ સપાટી 129.85 મીટર
  • નર્મદા ડેમ પાણીની આવક 13779 ક્યુસેક

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ 64 ટકા ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 129.85 મીટર છે. તેમાં નર્મદા ડેમના પાણીની આવક 13779 ક્યુસેક થઇ છે. ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા પાણીની આવક થઇ છે.

પીવા અને સિંચાઈ માટે 18229 ક્યુસેક પાણી છોડાયું

પીવા અને સિંચાઈ માટે 18229 ક્યુસેક પાણી છોડાયું છે. જેમાં નર્મદા ડેમમાં 3187.94 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. આકરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે.

જાણો સરદાર સરોવર ડેમ વિશે

સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ આઝાદી પહેલાથી કરવામાં આવી હતી. 1945માં સરદાર પટેલે તેની શરૂઆત કરી હતી. 5 એપ્રિલ 1961ના રોજ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તેનું ખાતમૂહૂર્ત કર્યું હતું પણ અનેક કારણોસર પ્રોજેક્ટ લટકી રહ્યો હતો. 19979માં નર્મદા વોટર ડિસ્પુટ ટ્રાઈબ્યૂનલે ડેમની ઉંચાઈ 138.38 મીટર નક્કી કરી અને તેનું નિર્માણ શરૂ કરાયું હતુ. 1995માં સુપ્રીમ કોર્ટે લોકોના વિસ્થાપન અને પર્યાવરણની ચિંતાને લઈને ડેમનું કામ રોકાવી દિધુ હતુ. 2000-2001માં તેને ફરી મંજૂરી મળી અને ઉંચાઈને ઘટાડીને 116.64 મીટરની કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. 2006માં ડેમની ઊંચાઈને વધારીને 121.92 મીટર કરવામાં આવી અને 2017માં 138.90 મીટરની મંજૂરી મળી હતી. આ રીતે સરદાર સરોવર ડેમને પૂર્ણ કરવામાં લગભગ 56 વર્ષ લાગ્યા હતા. 17 સપ્ટેમ્બર 2017માં પીએમ મોદીએ તેને દેશને સમર્પિત કર્યો હતો. 

  • Follow us on: