ભાવનગર શહેરમાં મનપાની દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે. જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભાવનગર મનપાની ટીમે દબાણ હટાવ કામગીરી શરુ કરતા વેપારીઓએ તેમની સાથે બોલાચાલી કરી હતી. ભાવનગરના દીવાનપરા અને જમાદાર શેરીમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે મામલે વેપારીઓ અને કર્મચારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતુ.
વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી













