રેલવેના શ્વાનોએ ટ્રેનમાં લઇ જવાતો ગાંજો ઝડપ્યો છે. રેલવે પોલીસના શ્વાન 'ગુલાબ' અને 'ફાસ્ટર'નું કારનામું કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો. વડોદરા રેલવે સ્ટેશને SOGની ટીમ ચેકિંગ કરતી હતી. ટ્રેનમાં ટોયલેટની બાજુમાં બિન વારસી બેગ જોવા મળી. બેગ પાસે જતા જ બંને NDPS શ્વાન ભસવા લાગ્યા હતા. પ્લેટફોર્મ પર જઈ બેગ ખોલતા 8 કિલો ગાંજો મળી આવ્યો હતો. રેલવે SOGએ આરોપીની શોધખોળ આદરી છે.


રેલવે પોલીસના શ્વાન 'ગુલાબ' અને 'ફાસ્ટર' નું કારનામું

કાકીનાડા-ભાવનગર એકસ. ટ્રેનમાં ચેકીંગ દરમ્યાન બે પોલીસ ડોગે 08.070 કિ.ગ્રા. કુલ કિંમત રૂ.80,700ની મત્તાનો બિનવારસી ગાંજો ઝડપી પાડતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે પોલીસના બે ડોગ "ગુલાબ" અને "ફાસ્ટર"ને સાથે રાખીને પોલીસ દ્વારા આગામી રામનવમી તહેવાર અનુસંઘાને વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવતી-જતી ટ્રેનો તેમજ પ્લેટફોર્મ ઉપર ચેકિંગ કરતા હતા દરમ્યાન ક.11/30 વાગ્યાના સુમારે પ્લે.નં.-4 ઉપર ટ્રેન નંબર-12755 કાકીનાડા-ભાવનગર એકસ. ટ્રેન આવી ઉભી રહેતા તેના રીઝર્વેશન તેમજ જનરલ કોચો ચેક કરતા હતા.


બેગ પાસે જતા જ બંને NDPS શ્વાન ભસવા લાગ્યા 

દરમ્યાન આગળથી બીજા નંબરના જનરલ ડબ્બાના પાછળના ભાગે ચેકિંગ કરતા બંને ડોગ મારફતે ચેકિંગ કરતા દરમ્યાન કોરીડોરમાં ટોયલેટની બાજુમાં એક પિસ્તા કલરની ટ્રોલીબેગ જેના ઉપર "ARISTOCRAT" લખેલ બિનવારસી શંકાસ્પદ હાલતમાં પડેલ હોય જેને બંને ડોગ વડે એન.ડી.પી.એસ. અંગે વેરીફાઇ કરતા બંને ડોગ ભસવા લાગેલ હોય જેથી ડોગ હેન્ડલરોના જણાવ્યા મુજબ સદર ડોગ ટ્રોલીબેગમાં માદક પદાર્થ હોવાના સંકેત આપતા હોય જેથી ટ્રોલીબેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને પુછપરછ કરતાં કોઇ પેસેન્જર/માલિક મળી આવેલ નહિ. ત્યારબાદ પ્લેટફોર્મ પર જઈ બેગ ખોલતા 8 કિલો ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો. જેથી બેગ વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન લાવીને એન.ડી.પી.એસ.એકટ મુજબની કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને રેલવે એસ.ઓ.જીએ આરોપીની શોધખોળ આદરી છે. 




  • Follow us on: