• 15 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ ગયુ
  • 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
  • મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે 15 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ ગયુ છે. તેમજ 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક થઇ છે.

અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું

અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું છે. તેમજ ભુજ 16 ડિગ્રી, કંડલા 16 ડિગ્રી, અમરેલી 16 ડિગ્રી સાથે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું છે. 3 દિવસ બાદ તાપમાનનો પારો વધારે ગગડે તેવી શક્યતા છે. રાજ્યમાં કમોસમી વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતને થયું છે. જે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બે દિવસમાં રાજ્યના 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના લીધે અંદાજે 3થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન થયું છે. મોટા ભાગે વરસાદને કારણે કપાસ, અરેંડા, તુવેરને નુકશાન થયું છે.

SDRF નિયમ પ્રમાણે હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય અપાશે

રાજ્યમાં આકાશી આફતથી કુલ કેટલું નુકશાન થયું તે સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. તુવેરના પાકનું વાવેતર 2 લાખ હેક્ટરમાં થયું છે. જેને મોટા ભાગે નુકશાન થયાની માહિતી મળી રહી છે. રાજ્યમાં ખરીફ પાકને નુકશાની થયાની ભીતિ છે. જોકે અગાઉ જાહેર કરાયેલ સૂચનાના કારણે મોટા ભાગે ખેડૂતોએ પાકને સુરક્ષિત કર્યો હતો. જેમાં સાવચેતીના પગલાના કારણે ખેડૂતોને ઓછુ નુકશાન વેઠવું પડ્યું છે. જ્યારે 25 લાખ હેક્ટર અરેંડા, કપાસ, તુવેર જેવા પાકો ઉભા હતા. રવિપાકનો પ્રારંભિક તબક્કો હોવાથી ઓછા નુક્શાન થવાની શક્યતા છે. કપાસ અને દીવેલામાં પણ મોટું નુકશાન થયુ છે. તેમજ બાગાયતી પાકોમાં પણ નુકશાન થયું છે. આ માટે 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. SDRF નિયમ પ્રમાણે હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય અપાશે.


  • Follow us on: