વડોદરાના માંજલપુર‌ વિસ્તારમાં આવેલા તુલસીઘામ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર નબીરાએ અકસ્માત સર્જીને તમાશો કર્યો હતો. ટુ વ્હીલર ચાલકે કારે પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો. પરંતુ આ ઘટના બાદ દિલગીર હોવાના સ્થાને એક્ટિવા ચાલકે પોતાની દાદાગીરી બતાવી પિતાના નામે રૌફ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. એક્ટિવા પર સવાર બન્ને યુવકો નશામાં ચૂર હોવાનું સામે આવ્યુ છે.


યુવાનોએ સ્થાનિકો સાથે કરી દાદાગીરી

વડોદરાના માંજલપુર‌ વિસ્તારમાં અકસ્માત કરનાર બન્ને યુવકોએ ઘટના સ્થળે હાજર સ્થાનિકો સાથે માથાકૂટ કરી હતી. લોકોએ તપાસ કરી તો એકટિવા ઉપર આવેલા બે યુવાનો જે સંપૂર્ણ પણે નશાની હાલતમાં હતા. ટુ વ્હીલર ચાલકે કારને પાછળના ભાગે ટક્કર મારતા બન્ને યુવાન ગાડી પરથી નીચે પટકાયા હતા. ડ્રાઇવ કરનાર યુવાન કે જેનું નામ દીપ પટેલ છએ. તેને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત તથા લોકોનું ટોળું એક્ત્ર થયુ હતુ. ટુ વ્હીલર પર પાછળ બેસનાર યુવાન જય પટેલે પોતાની ઓળખ માં તેના પિતા ડીવાયએસપી છે એવું કહીને કરી હતી. અને પિતાના નામે રૌફ બતાવવા પ્રયાસ કર્યો હતો. દીપ પટેલને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દીપ પટેલ નશાની હાલતમાં હોવાથી સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકો સાથે યુવાનોએ અભદ્ર વર્તન કર્યુ હતુ. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને ફરાર થઈ ગયેલા દીપ પટેલને પણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નશા અને અકસ્માતનો વડોદરામાં ફરી બનાવ

વડોદરામાં નશામાં ચૂર યુવકોએ અકસ્માત સર્જીને તમાશો કર્યો હતો. ત્યારે અગાઉ પણ એક રક્ષિત ચૌરસિયા નામના યુવકે કારથી ટક્કર મારી ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. રક્ષિત ચૌરસિયા નામના યુવકે નશો કર્યો હતો. અને બેફામ કાર રસ્તા પર ભગાવી હતી. જે બાદ તેનો મિત્ર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. અને રક્ષિત ચૌરસિયાને ટોળાએ ભેગા મળીને પોલીસ હવાલે કર્યો હતો. 

  • Follow us on: