વડોદરાના સાવલીમાં વર્ષ 2023માં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. સાવલીમાં દુષ્કર્મ કેસ મામલે પોકસો કોર્ટ દુષ્કર્મ આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ કર્યો છે. પીડિતાને 7 લાખની સહાયની લીગલ ઓથોરિટીને ભલામણ કરવામાં આવી છે.
વડ઼ોદરાના સાવલીની પોકસો કોર્ટ દ્વારા 2023ની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ અને ગર્ભવતી બનાવવાના પ્રકરણના ગુનાના આરોપીને કોર્ટે ગુનેગાર ફેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને 50000નો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2023માં વાઘોડિયા પોલીસ મથકે આરોપી અરૂણભાઇ દિલીપભાઈ બારીયા રહે વાઘોડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ ના જજ જે એ ઠક્કરે આરોપી અરુણ બારીયાને 20 વર્ષ ની સખ્ત કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે.













