• વડોદરા શહેરમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ
  • એકધારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક
  • વરસાદને પગલે કોર્પોરેશનની કામગીરીની ખુલી પોલ

આગામી 5 દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે.. જે અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આગાહીને પગલે વડોદરાના વાઘોડિયા, ફ્લોડ, તવરા, વ્યારા, પાટિયા પૂરા, મઢેલી, વેજલપુર સહિતના ગામોમાં વરસાદી પાણી વહેતા થયા છે.

મળતી માહિતી મુજબ, વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહીને પગલે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકધારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદ ખાબક્તા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુુલી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા લાગ્યા છે. 

વડોદરાના વાઘોડિયા, ફ્લોડ, તવરા, વ્યારા, પાટિયા પૂરા, મઢેલી, વેજલપુર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્તા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. સ્થાનિકોએ તંત્રની કામગીરીને લઇ રોષ વ્યક્ત કર્યો હતો.

  • Follow us on: