સ્વામિનારાયણના સંતોના બફાટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બફાટ્યા સાધુના નિવેદનને લઇ ખેડાના વડતાલમાં સંતોની બંધ બારણે બેઠક મળી છે. જેમાં વડતાલ સત્સંગ સભાના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી છે. બેઠકમાં સ્વામિનારાયણના સંતોના બફાટને લઈ ચર્ચા કરવામાં આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અવારનવાર કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વડતાલના ગાદીપતિ આચાર્યએ સ્વામીનારાયણના બફાટ્યા સંતોને ચેતવણી આપી છે. ત્યારે હવે ખેડાના વડતાલમાં સંતોની બંધ બારણે બેઠક મળી છે. વડતાલ સત્સંગ સભાના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠકમાં સ્વામિનારાયણના સંતોના બફાટને લઈ ચર્ચા કરવમાં આવી છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બફાટ મામલે વડતાલ ખાતે સંતોની બંધ બારણે બેઠક મળી છે કારણ કે, અવારનવાર સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા કરવામા આવતા બફાટ મામલે ચર્ચા કરવામાં આવી રહી છે. વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી મહારાજના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી છે. બેઠકમાં વડતાલધામ મુખ્ય કોઠારી સંતવલ્લભસ્વામી, અને નૌતમ સ્વામી મહારાજે બેઠક બોલાવી છે. લોહિયા ધામ કંડારીથી દિવ્ય વલ્લભ સ્વામી, ગઢડા ગઢપુરના ચેરમેન હરીજીવન સ્વામી, (બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર ગણાવનાર) સુરત સરધારાથી નિત્ય સ્વરૂપ સ્વામી નું શિષ્ય મંડળ, ધંધુકાથી બાપુ સ્વામી, જુનાગઢના કોઠારી સહિતના સંતો સાથે બંધ બારણે બેઠક યોજી છે. હાલ નૌતમ સ્વામી મહારાજ કે વડતાલ મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી કઈજ બોલવા તૈયાર નથી.