• ઉમરગામના મરોલીથી ઓખા જતી હતી બસ

  • ખાનગી લક્ઝરી બસમાં 47 લોકો હતા સવાર
  • ખતલવાડા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ખાનગી લકઝરી બસ પલટી છે. આ બસ ઉમરગામના મરોલીથી ઓખા જતી હતી, તે દરમિયાન ખતલવાડા નજીક ટર્નિગ પર ટર્ન મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ ખાનગી લકઝરી બસમાં 47 લોકો સવાર હતા.

ખાનગી બસમાં 47 લોકો હતા સવાર

ઉમરગામના ખતલવાડા નજીક બસ ટર્ન મારતા સમયે પલટી ખાઈ ગઈ હતી, બસમાં 47 લોકો સવાર હતા અને અકસ્માતની ઘટનામાં 8થી 10 લોકોને ઈજા પહોંચી છે. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણકારી પોલીસને મળતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી છે.

4 દિવસ પહેલા ડાંગમાં 70 મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી હતી

4 દિવસ પહેલા ડાંગ જિલ્લાના ઘાટ માર્ગમાં બસ પલટી જવાનો બનાવ બન્યો હતો. સુરતથી ડાંગ જઈ રહેલી બસ પલટી હતી. આ ખાનગી બસમાં 70 મુસાફરો સવાર હતા, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


  • Follow us on: