રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.રાજ્યના 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે,આજે પણ રાજયમાં હીટવેવની શક્યતા છે,અમદાવાદ,ગાંધીનગર, સુરત, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર,બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ તો પોરબંદર,ભાવનગર અને સાબરકાંઠા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન,અમદાવાદમાં અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન,ડીસામાં 41.6 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી,વડોદરામાં 41.2 ડિગ્રી, સુરતમાં 40.0 ડિગ્રી,અમરેલીમાં 41.6 ડિગ્રી,ભાવનગરમાં 39.7 ડિગ્રી,દ્વારકામાં 34.8 ડિગ્રી, ઓખામાં 32.0 ડિગ્રી,પોરબંદરમાં 41.0 ડિગ્રી, નલિયામાં 41.4 ડિગ્રી,ભૂજમાં 42.4 ડિગ્રી, રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં વધ્યું ગરમીનું પ્રમાણ

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36થી 37 ડિગ્રી જોવા મળ્યો હતો. જો કે હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.

  • Follow us on: