આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. દ.પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો ગરમીનું તાપમાન કેટલું નોંધાયું
રાજ્યમાં વધુ તાપમાન કંડલામાં 41.8 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.6 ડિગ્રી, રાજકોટ 41.1 ડિગ્રી ,સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
દક્ષિણ ગુજરાત તરફ વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, વેધર મેપ પ્રમાણે, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજયમાં વરસાદની આગાહી કરાઈ છે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, બીજી તરફ ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.













