રાજયમાં આવતીકાલે ગરમીથી આશિંક રાહત મળશે ત્યારે મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે અને રાજ્યમાં કંડલા સૌથી વધુ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું છે,તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આગામી સમયમાં એટલે કે બે દિવસ ગરમીથી આશિંક રાહત મળશે,અને ગરમ પવન ફૂંકાવાનું યથાવક રહેશે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી,ડીસામાં 40.2 ડિગ્રી,ભુજમાં 41.4 ડિગ્રી,અમરેલીમાં 42.5 ડિગ્રી,રાજકોટમાં 42.9 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, ભાવનગરમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે,તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત મળશે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
શ્રીનગરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો
શ્રીનગરમાં એપ્રિલનો દિવસ લગભગ આઠ દાયકામાં સૌથી ગરમ રહ્યો અને તાપમાન ૩૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. એક્સપર્ટનું કહેવું છે કે મંગળવાર લગભગ આઠ દાયકામાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો હતો, જેમાં તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જે 30.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝન માટે સામાન્ય કરતાં 10.2 ડિગ્રી વધુ હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 20 એપ્રિલ, 1946 ના રોજ જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાનીમાં 31.1 ડિગ્રી સેલ્સિયસનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
ગરમીમાં કામ વગર બહાર પણ ન નિકળવું જોઈએ
હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય ત્યારે માથામાં દુખાવો થવો, પરસેવો ના થવો, ચામડી લાલ, સૂકી અને ગરમ થવી, ઉલટી થવી, અશક્તિ અનુભવવી, આંખો લાલ થવી જેવા લક્ષણો જોવા મળે છે.આ પ્રકારની પરિસ્થિતીથી બચવા પાણી વધુ પીવું જોઈએ, નાહવાનું પ્રમાણ વધારવું જોઈએ, સફેદ અને હલકા રંગના કપડા પહેરવા જોઈએ, બંધ કારમાં બેસવાનું ટાળવું જોઈએ, તેમજ આલ્કોહોલ અને કેફી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ અને કામ વગર બહાર પણ ન નિકળવું જોઈએ.