- રાઈનું તેલ કરશે કમાલ
- હળદરમાં પણ ફેટ બર્નિંગ ગુણ હોય છે
- લસણ અને છાશનું સેવન બનશે લાભદાયી
આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ રહેવા ઈચ્છે છે, વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ રીતો અજમાવતા રહે છે પણ વાસ્તવમાં તે શરીરની ફેટ બર્ન કરે છે કે નહીં તે જાણવું જરૂરી છે. આજે રસોઈના કેટલાક હેલ્ધી ફૂડ વિશે જાણીશું જેનાથી તમે શરીરની ફેટ્સ અને કેલેરીને બર્ન કરી શકાશે. વેટ લોસ માટે આ ફૂડ્સ કરશે મદદ.
રાઈનું તેલ
ફેટ બર્ન કરવા માટે રાઈનું તેલ ઉપયોગમાં લેવું. આ તેલ અન્ય તેલની તુલનામાં સેચ્યુરેટેડ ફેટને ઘટાડે છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો તો ખાવાનું બનાવતી સમયે રાઈના તેલનો ઉપયોગ કરો. તેમાં જરૂરી ફેટી એસિડ અને એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે જે કેલેરી અને વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
હળદર
તેમાં શક્તિશાળી ફેટ બર્નિંગ ગુણ હોય છે. તે શરીરમાં ફેટ્સને તોડે છે અને તેને પચાવવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ફેટ જમા થતી નથી. તે ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં હાર્ટના રોગ અને કેન્સરનો ખતરો ઘટાડવાના ગુણ પણ હોય છે.
લસણ
વેટ લોસ માટે લસણનું સેવન પણ ફાયદારૂપ છે. લસણ મગજને પેટ ભરેલું રહેવાનો સંકેત આપે છે જેનાથી ભૂખ ઘટે છે. તેમાં એલિસિન નામનો એક પદાર્થ મળે છે જેમાં જીવાણુરોધી ગુણ હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ગંદા વસાને શરીરમાંથી કાઢે છે. લસણથી બ્લડશુગર પણ કંટ્રોલમાં રહે છે.
બટર મિલ્ક
છાશમાં ફક્ત 2.2 ગ્રામ ફેટ અને 99 કેલેરી હોય છે. છાશ વજન ઓછું કરવામાં વધારે મદદરૂપ રહે છે. છાશનું નિયમિત સેવન શરીરને વસા અને કેલેરી સિવાય અનેક પોષક તત્વો આપે છે.
મધ
મધ વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં જરૂરી વિટામિન અને ખનીજ મળે છે જે કોલેસ્ટ્રોલ અને ફેટ્સને ઘટાડે છે. પોષક તત્વોનો સારો સોર્સ હોવાના કારણે મધ વજન ઘટાડવા માટે સારો રહે છે.