• ગોળની ગરમ તાસીર ભગાડશે ઠંડી
  • ડ્રાયફ્રૂટસથી મળશે શરીરને તાકાત
  • ઘરે બનાવો સરળતાથી હેલ્ધી ચીકી

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જો તમે પણ બહારથી તૈયાર ચીકી લાવવાનું વિચારી રહ્યા છો તો તમે તમારા પ્લાનને રોકી શકો છો. તમે ઘરે જ સરળતાથી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી શકો છો. આ ચીકી બનાવવા માટે તમારે ખાસ મહેનત કરવાની રહેશે નહી. તમે ઓછા ખર્ચે ઘરે સરળતાથી આ ચીકી બનાવી શકો છો. તો જાણો પરફેક્ટ માપ અને માણો મજા.

ડ્રાયફ્રુટ ચીકી

સામગ્રી

- 1 કપ ગોળ

- 1/4 કપ કાજુનો અધકચરો ભૂકો

- 1/4 કપ અખરોટનો અધકચરો ભૂકો

- 1/4 કપ બદામનો અધકચરો ભૂકો

- 1/4 કપ પિસ્તાનો અધકચરો ભૂકો

- 1/4 ટીસ્પૂન કેસરના તાંતણા

રીત

સૌપ્રથમ કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને ઘી કે બટર મૂકી શેકી લેવા. પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ પર રાખવો. હવે એક નોનસ્ટિક કડાઈમાં ગોળ લઇ ગરમ કરી તેનો પાયો કરો, પાયો થઇ જાય એટલે તેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને કેસર નાંખી તરત જ ગેસ બંધ કરી હલાવી લો. હવે તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુઓ કરી વેલણથી વણી લો, થોડું ઠંડું થાય એટલે તવેથાથી ઉખાડી કટરથી કટ કરી લો. તમારી ટેસ્ટી અને હેલ્ધી ચીકી તૈયાર છે. ડબ્બામાં ભરીને તમે ઈચ્છો ત્યારે તેને ખાઈ શકો છો. 

  • Follow us on: