ઘણા લોકોના દિવસની શરૂઆત ચા અને કોફીથી થતી હોય છે. શું તમે પણ ઓફિસમાં કોફી મશીન જોઈને પોતાને રોકી નથી શકતા? દિવસે બે-ત્રણ વખત મશીનમાંથી કાફી પીને તમે તમને ફ્રેશ ફીલ કરાવો છો? જો હા, તો એ આદત તમારા દિલ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એક નવા રિસર્ચ મુજબ, ઓફિસની મશીનવાળી કાફી તમારા આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.


રોજની મશીન કોફી?

ઓફિસમાં આવતા ઘણા લોકોની શરૂઆત કોફીથી થાય છે. લંચ પછી કે થાક દૂર કરવા માટે કોફીએ નૈતિક જરૂરિયાત બની ગઈ છે. પણ હવે રિસર્ચ કહે છે કે આ કોફીમાં એવા તત્વો હોય છે જે LDL, એટલે કે ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ વધારી શકે છે.

સ્ટડીમાં શું મળ્યું?

સ્વીડનના વૈજ્ઞાનિકોએ ચાર અલગ-અલગ ઓફિસોની 14 કોફી મશીનોમાંથી નમૂનાઓ લીધા. તેમાં વિવિધ પ્રકારની મશીનો હતી – મેટલ ફિલ્ટર વાળી, લિક્વિડ કન્સન્ટ્રેટ વાળી અને ઇન્સ્ટન્ટ ફ્રીઝ-ડ્રાઇડ કોફી વાળી. જ્યારે આ મશીન કાફીનું તુલનાત્મક એનાલિસિસ ઘરમાં બનેલી પેપર ફિલ્ટર કોફી સાથે થયું, ત્યારે મશીન કોફીમાં કેફેસ્ટોલ (Cafestol) અને કાહવેઓલ (Kahweol) નામના તત્વો વધારે માત્રામાં જોવા મળ્યા. આ તત્વો સીધા જ કોલેસ્ટ્રોલના સ્તર ઉપર અસર કરે છે.

શું છે ઉપાય?

અહેવાલ મુજબ જો તમે સપ્તાહમાં માત્ર 3 વખત પણ મશીન કાફીની બદલે પેપર ફિલ્ટર વાળી કોફી પીઓ, તો તમારું કોલેસ્ટ્રોલ ધીરે ધીરે ઘટી શકે છે. આનો અર્થ એ થયો કે એક નાની આદત બદલાવવાથી પણ તમારું હ્રદય વધારે તંદુરસ્ત રહી શકે છે.

મેનેજમેન્ટ પણ લે સમજદારીનું પગલું

ઓફિસ મેનેજમેન્ટ માટે પણ આ વાર્તામાં શીખ છે. તેઓ વધુ સારી ફિલ્ટરિંગ મશીનો લાવે કે કર્મચારીઓને ઘરે થી પોતાની કોફી લાવવાની પ્રેરણા આપે તો સારું. કોફી છોડવાની જરૂર નથી – બસ એની પસંદગી સમજદારીથી કરવાની છે.


  • Follow us on: