ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે. જેમાં રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે. આજના રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરી હતી. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નિકળી હતી. WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ સામે યૌન શોષણ મામલે તેઓ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. બૃજભૂષણે જાતીય સતામણી કેસની વધુ તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પરનો ચુકાદો 26 એપ્રિલ માટે અનામત રાખ્યો છે.વાંચો દેશ-વિદેશનાં મહત્વનાં સમાચાર...
Amit shah : દેશની 400થી વધુ બેઠકો પર ભાજપ જીત મેળવશે
અમદાવાદમાં આજે અમિત શાહે રોડ-શો કરી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જેમાં પોતાના લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ 6 વિધાનસભામાં રોડ-શો કરશે. તેમાં સાણંદથી રોડ શોની શરૂઆત કરી છે. તથા બપોર બાદ સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં રોડ શો કરશે. તેમજ સાંજે વેજલપુરમાં રોડ શો કરશે. સાણંદમાં પહેલી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું છે, પિતાના ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ પહોંચ્યા છે.
C.R.Patil : વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે. જેમાં રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે. આજના રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરી હતી. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નિકળી હતી.
Rajkot News: પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 101 ધંધાર્થી સામે દંડાત્મક કાર્યવાહી
રાજકોટમાં મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા ધંધાર્થીઓ સામે ઝુંબેશ ચલાવીને 101 વેપારીએ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.16થી તા.17/04/2024 (બે દિવસ) દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કુલ 101 આસામીઓ પાસેથી 6.295 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 26,650/-નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.
Smriti Irani: ભગવાન રામનું અસ્તિત્વ નથી એવું રાહુલ ગાંધી પરિવારે એફિટેવિટ કર્યું
2024 લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે 19 એપ્રિલ, 2024થી 21 રાજ્યોની 102 બેઠકો પર થવાનું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્મૃતિ ઈરાનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
WFI: બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત,26 એપ્રિલે સુનાવણી
WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ સામે યૌન શોષણ મામલે તેઓ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. બૃજભૂષણે જાતીય સતામણી કેસની વધુ તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પરનો ચુકાદો 26 એપ્રિલ માટે અનામત રાખ્યો છે.
Loksabha First Phase: પ્રથમ તબક્કામાં મોદી સરકારના આ 8 મંત્રીઓ ચૂંટણી મેદાને
લોકસભાની ચૂંટણીને લઇને 19 એપ્રિલથી પ્રથમ તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. જેમાં 102 બેઠક પર 1500થી વધારે ઉમેદવારો મેદાને છે. ત્યારે ફર્સ્ટ ફેઝમાં બીજેપીના 8 દિગ્ગજો પણ મેદાને છે. જેમાં મોદી સરકારના 8 મંત્રીઓ, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનો સમાવેશ થાય છે.
World news: ચીનમાં ભારતીય નાગરિકનું અદભુત પરાક્રમ, 0થી નીચે તાપમાનમાં યોગ કર્યો
આપણા દેશમાં લોકો પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે પ્રાચીન સમયથી યોગનો સહારો લેતા આવ્યા છે. યોગ આપણા શરીરના સ્નાયુઓને માત્ર સારી કસરત જ નથી આપતું, પરંતુ તે આપણા મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે. જો કે યોગના ફાયદાઓને લઈને દરરોજ અનેક સમાચારો સામે આવે છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના એક ભારતીય રાજદ્વારીએ ચીનમાં યોગ દ્વારા આવું પરાક્રમ કર્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.
Canada news:ટ્રુડો સરકારે મુસ્લિમો માટે આવા પગલાં ઉઠાવ્યા,જાણો ઈનસાઈડ સ્ટોરી
કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે સંસદમાં બુધવારે વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં મુસ્લિમો માટે હલાલ મોર્ટગેજ (લોન) શરૂ કરવાની અને દેશમાં જમીન ખરીદનારા વિદેશીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેનેડાના કેટલાક નાગરિકો ટ્રુડો સરકારના આ વાર્ષિક બજેટની આકરી ટીકા કરી રહ્યા છે.
Market news: સેન્સેક્સમાં સતત તેજી, આ શેર્સમાં પણ જોરદાર વધારો
ભારતીય શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડા પર બ્રેક લાગી છે. બીએસઈ-એનએસઈમાં શાનદાત તેજી નોંધાઈ છે. સેન્સેક્સ 400થી વધુ અંકો પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 165 પોઈન્ટથી વધુ આગળ છે. જેથી નિફ્ટી હાલ 22,313 પર કારોબારમાં છે જ્યારે સેન્સેક્સ 73,435 એટલે કે 500 પોઈન્ટની આસપાસ કારોબારી કરી રહ્યો છે.
IPL2024: MI vs PBKS બંને પોઈન્ટ ટેબલમાં આગળ-પાછળ, જાણો આંકડાનું ગણિત
IPL 2024 ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ ટક્કર મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. બંને ટીમોએ 6-6 મેચ રમી છે, જેમાં બંનેએ 2-2થી જીત મેળવી છે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે આ મેચ મહત્વની બની રહેશે. તો ચાલો જાણીએ કે પ્લેઈંગ ઈલેવન પંજાબ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે અને નવમા નંબરે મુંબઈ આ મેચ માટે મેદાનમાં ઉતરશે. આ સિવાય આ મેચની આગાહી અને પિચ રિપોર્ટ શું હશે?
'તારા વિના જીવનની કલ્પના...', 'તારક મહેતા' ફેમ જેનિફર મિસ્ત્રીની બહેનનું નિધન
શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ચર્ચમાં આવેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન ડિમ્પલનું અવસાન થયું છે. તે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. જેનિફરે જણાવ્યું કે તેની બહેને 13 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા.










