બપોરના 12 વાગ્યા સુધીના તમામ સમાચારની વાત કરીએ તો મંગળવારની સવારે સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. આ સિવાય લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે. આ સાથે જ વર્ષ 2024 બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ છે. તો સાથે જ જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. આ સહિતના સૌથી મહત્ત્વના સમાચાર પર એક નજર.


વધુ વાંચો : આજે સોનાના ભાવે વટાવી સર્વોચ્ચ સપાટી, જાણો શું છે આજનો નવો ભાવ

મંગળવારની સવારે સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. આ સાથે જ અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મળી રહેલી માહિતિ અનુસાર MCXમાં પ્રથમ વખત સોનાનો ભાવ 66400ને પાર થયો છે. 

વધુ વાંચો : હાર્દિક પંડ્યાને પરેશાન કરી રહ્યો છે ફેન્સની નારાજગીનો ડર? IPLપહેલા માંગ્યું સમર્થન

IPL સિઝન-17 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. હવે તમામ ટીમો નવી સિઝનની તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે હાર્દિક પંડ્યા પણ IPL 2024ની શરૂઆતની ખૂબ રાહ જોઈ રહ્યો છે. 

વધુ વાંચો : સ્મૃતિએ રાહુલને ફેંક્યો પડકાર, કહ્યું UPA v/s મોદી શાસન પર ડિબેટ કરો

લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે. ભાજપના દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. તેવામાં મહારાષ્ટ્રના નાગપુરમાં નમોયુવા સંમેલન યોજાયુ. 

વધુ વાંચો : અમેઝોનના જેફ બેજોસ બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, એલન મસ્ક બીજા નંબરે

ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક લાંબા સમયથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન ધરાવે છે. જો કે, તે હવે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ નથી રહ્યા અને એમેઝોનના સ્થાપક જેફ બેજોસ સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને આવી ગયા છે

વધુ વાંચો : દીપિકા પાદુકોણ બાદ આ અભિનેત્રી ફેન્સને આપશે ગુડન્યૂઝ! લગ્નના થયા 5 મહિના

વર્ષ 2024 બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ છે. તમામ મોટા સ્ટાર્સ એક પછી એક સારા સમાચાર આપી રહ્યા છે. હાલમાં જ પ્રખ્યાત અભિનેત્રી યામી ગૌતમ બાદ દીપિકા પાદુકોણે ફેન્સને પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. હવે પરિણીતી ચોપરા પણ પ્રેગ્નન્સીની અફવાઓને લઈને ચર્ચામાં આવી છે.

વધુ વાંચો : જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ, ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો

જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે. ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ થયો છે. 9.30 કલાકે ધ્વજા ચડાવવાનું મુહૂર્ત હતુ. જેમાં સાધુ સંતની હાજરીમાં ધજા ચડાવી છે. ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રગટ્યા છે.

વધુ વાંચો : કોણ બનશે CSKનો આગામી કેપ્ટન? થાલાની પોસ્ટ પછી ફ્રેન્ચાઇઝીએ પણ કરી જાહેરાત

IPLની 17મી સિઝનના લગભગ 18 દિવસ પહેલા, એમએસ ધોનીએ તેની એક પોસ્ટથી CSK ફેન્સના ધબકારા વધારી દીધા છે. ધોનીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તે IPLની નવી સિઝનમાં ટૂંક સમયમાં તેની નવી 'ભૂમિકા' માટે ખૂબ જ ઉત્સાહિત છે.

વધુ વાંચો : રાજસ્થાનના CMની સાદગીએ જીત્યુ દિલ, સાધારણ સલૂનમાં વાળ કપાવ્યા

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ બિકાનેરમાં એક સલૂનમાં જઈને પોતાના વાળ કપાવ્યા જે સરકારની સ્વાનિધિ યોજનાના લાભાર્થી હતા. આ દરમિયાન તેમની પાછળ કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ જોવા મળી રહ્યા છે. 

વધુ વાંચો : ટિકિટ ન મળતા BJPના સાંસદ રાહુલ કસ્વાંનુ છલકાયુ દર્દ

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) એ 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં રાજસ્થાનની 15 સીટો પણ સામેલ છે. આ વખતે ભાજપે રાજસ્થાનની ચુરુ બેઠક પરથી વર્તમાન સાંસદ રાહુલ કાસવાનની ટિકિટ રદ્દ કરી છે.

વધુ વાંચો : ફ્રાન્સે ગર્ભપાતને કાયદાકીય અધિકાર બનાવ્યો, વિશ્વનો પ્રથમ દેશ બન્યો

ફ્રાન્સના સાંસદોએ સોમવારે સંસદના એક સંયુક્ત સત્રમાં દેશમાં ગર્ભપાતને મહિલાઓના સંવિધાનિક અધિકાર બનાવવાના વિધેયકને મંજૂરી મળી છે. તેને લઈને મતદાન કરવામાં આવ્યું અને તેના પક્ષમાં 780 વોટ પડ્યા તો વિરોધમાં 72 વોટ મળ્યા. 

 

  • Follow us on: