• ડ્રગ્સ નિયંત્રણને લઈને ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
  • ડ્રગ મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ: શાહ
  • "ભારતમાં મોકલવામાં આવતા ડ્રગ્સને રોકવા માટે એક સંકલિત યોજના તૈયાર"

દેશમાં ડ્રગ્સ નિયંત્રણને લઈને ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક મોટી બેઠક યોજાઈ રહી છે. આ મીટિંગની થીમ સમગ્ર ભારતમાં ડ્રગ્સ સામે સાથે મળીને અને નિર્ણાયક રીતે લડવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે સરહદ પારથી ડ્રોન અને અન્ય માધ્યમો દ્વારા ભારતમાં મોકલવામાં આવતા ડ્રગ્સને રોકવા માટે એક સંકલિત યોજના તૈયાર કરી છે. તમામ એજન્સીઓ સાથે મળીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાંથી આવતા ડ્રગ્સને નિયંત્રિત કરવા માટે પગલાં લેશે.

જેમાં તમામ રાજ્યોના DGP, CAPFના DG, IB ચીફ, RAW ચીફ, હોમ સેક્રેટરી, NCBના DG, કોસ્ટ ગાર્ડના DG સહિત ગૃહ મંત્રાલયના તમામ અધિકારીઓ હાજર છે. ગૃહ મંત્રાલયે તમામ એજન્સીઓને એક પ્લેટફોર્મ પર લાવીને કામ કરવા માટે આ બેઠક બોલાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે ડ્રગ્સની હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.


અમિત શાહે આ બેઠક વિશે ટ્વીટ કર્યું હતું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ છીએ. આજે, નવી દિલ્હીમાં NCORDની 7મી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે અને રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન, MANAS લોન્ચ કરશે. તેમજ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે.

ડ્રગ્સને નિયંત્રિત કરવા માટે ત્રણ મુદ્દાની વ્યૂહરચના

ગૃહ મંત્રાલયે 3 મુદ્દાની રણનીતિ બનાવી છે. આ દ્વારા વર્ષ 2047 સુધીમાં ડ્રગ મુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સંસ્થાકીય માળખું મજબૂત કરવાનો, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાનને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

આ વ્યૂહરચનાના ભાગરૂપે અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ હેઠળ, ચાર-સ્તરીય પ્રણાલીના તમામ સ્તરે તમામ હિતધારકોની NCORD બેઠકો નિયમિતપણે આયોજિત થવાની છે. પ્રવૃત્તિઓ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટે એક સમર્પિત કેન્દ્રિય NCORD પોર્ટલ શરૂ કરવામાં આવશે. ચોક્કસ મુખ્ય કેસોની ઓપરેશનલ બાબતો પર સંકલન કરવા માટે સંયુક્ત સંકલન સમિતિની રચના કરવામાં આવશે.

  • Follow us on: