• અમિત શાહના એડિટેડ વીડિયોનો મામલો
  • તેલંગણા સીએમ રેવંત રે્ડ્ડીના વકીલે રજૂ કર્યો જવાબ
  • 1 મેના રોજ હાજર થવા આપી હતી નોટિસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો એડિટ કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફેક વીડિયોને લઇને દિલ્હી પોલીસે તેલંગણાના સીએમને સમન્સ પાઠવ્યુ હતુ. 1મેના રોજ હાજર થવા કહ્યું હતું. જો કે રેવન્ત રેડ્ડી તો હાજર રહ્યા ન હતા પરંતુ વકીલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી તેનો જવાબ આપ્યો હતો.

રેવન્ત રેડ્ડીના વકીલે જવાબ કર્યો રજૂ

સીએમ રેવંત રેડ્ડીએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ તેમના દ્વારા હેન્ડલ કરવામાં આવતુ નથી. જવાબ દાખલ કરતી વખતે રેવન્ત રેડ્ડીના વકીલે કહ્યું કે સીએમ રેડ્ડી માત્ર બે ટ્વિટર એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સીએમઓ તેલંગાણા અને તેમના અંગત એકાઉન્ટનો સમાવેશ થાય છે. સાથે જ જણાવ્યું કે દિલ્હી પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્ન અપ્રાસંગિક છે. નકલી વિડિયો અપલોડ કરવા કે શેર કરવા માટે તેમણે કે તેમના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રેવન્ત રેડ્ડી તેલંગણાના સીએમ તો છે જ પરંતુ તેલંગણા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.

દિલ્હી પોલીસે દાખલ કરી છે ફરિયાદ

ઉલ્લેખનીય છે કે અમિત શાહના એડિટેડ વીડિયો મામલે દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. જે મામલે સીએમ રેવન્ત રેડ્ડીને 1 મેના રોજ તેમના મોબાઇલ ફોન સાથે દિલ્હી પોલીસના સાયબર યુનિટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. વકીલે જવાબ દાખલ કર્યો હતો. મહત્વનું છે કે સ્પેશિયલ સેલે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનામત મુદ્દાઓ અંગે અમિત શાહના ભાષણના નકલી વીડિયોના પરિભ્રમણના સંબંધમાં એફઆઈઆર નોંધી છે.

આ મામલે શું કરવામાં આવી કાર્યવાહી ?

મહત્વનું છે કે આ મામલે દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે આ કેસના સંબંધમાં 7 થી 8 રાજ્યોના 16 લોકોને સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 91 અને 160 હેઠળ પાઠવવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત વ્યક્તિઓને તપાસમાં જોડાવા અને પુરાવા તરીકે સંબંધિત દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો લાવવા માટે કહેવામાં આવ્યું છે.

ભાજપે શું લગાવ્યો છે આરોપ ?

 બીજેપીના તેલંગાણા એકમે અમિત શાહના ભાષણનો નકલી વીડિયો શેર કરવાનો આરોપ લગાવતા સીએમ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રેવંત રેડ્ડી વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણા કોંગ્રેસે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર અમિત શાહનો 'મોર્ફ્ડ' અને 'ફેક' વીડિયો પોસ્ટ કર્યો છે. કોંગ્રેસ શાસિત તેલંગાણામાં એક જાહેર સભામાં તેમના સંબોધન દરમિયાન અમિતશાહે સંબોધન કર્યુ હતું. જેનો ફેક વીડિયો વાયરલ થયો હતો. 

  • Follow us on: