બેગલુરૂમાં 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની વિક્ટ્રી પરેડ પહેલા એવુ થયુ જેનાથી તમામ ક્રિકેટ પ્રેમીઓના દીલ દ્રવી ઉઠ્યા. સ્ટેડિયમની અંદર ઉત્સવની ઉજવણી થઇ રહી હતી તો બહાર લોકો પોતપોતાના ફેવરીટ ક્રિકેયર્સની એક ઝાંખી મેળવવા તરસી રહ્યા હતા. ક્યારે ભીડ વધી અને બેકાબુ બની તેનો કોઇને અંદાજ પણ નર્યો જોત જોતામાં કેટલાયે લોકો મોતને ભેટ્યા અનેક લોકો ઘાયલ થયા.


કર્ણાટક સરકાર સાથે જોડાયેલ લોકો RCB ટીમ જશ્ન મનાવવામાં તલ્લીન હતા

કર્ણાટક સરકાર સાથે જોડાયેલ લોકો RCB ટીમ જશ્ન મનાવવામાં તલ્લીન હતા. આ સમગ્ર મામલે એ વાત સ્પષ્ટ થઇ છે કે RCBએ આ વિક્ટ્રી પરેટ માટે ખુબ ઉતાવળ થઇ હતી. સમગ્ર મામલે હાઇકોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 10 જૂને આ મામલે રિપોર્ટ સોંપવાની વાત કરી હતી. BCCIએ આ સમગ્ર મામલે પોતાનું પલ્લુ ઝાડી લીધુ છે.

આ નાસભાગ કાંડને લઇને સરકારની ભૂમિકાને લઇને સવાલો ઉઠી રહ્યા છે

આ નાસભાગ કાંડને લઇને સરકારની ભૂમિકાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)એ 3 જૂને સરકારને એક પત્ર લખ્ય હતો. જેમાં 4 જૂને સન્માન સમારોહને લઇને જાણકારી આપવામાં આવી હતી. જે કર્ણાટક વિધાનસભામાં આયોજીત થવાની હતી.

 આ જ દિવસે 3 જૂને વેદાંત સેલિબ્રેશનની જાણકારી સરકારને હતી

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ જ દિવસે 3 જૂને વેદાંત સેલિબ્રેશનની જાણકારી સરકારને હતી. આથી સરકાર પર સીધા સવાલ ઉઠી રહ્યા છે કે જો જાણકારી હતી તો પછી ક્રિકેટ સંધ દ્વારા સ્ટેડિયમમાં આયોજીત સમારોહની સૂચના સરકારને આપી હશે.

આ મામલે CM સિદ્ધા રમૈયાએ પોલીસને બેંગલુરૂમાં નાસભાગ માટે જવાબદાર ગણાવ્યા છે અને દોષનો ટોપલો ઢોળી દીધો છે. ત્યારબાદ પોલીસ કમિશનર સહિત અનેક ઓફીસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કર્ણાટક IPS અધિકારી સીમાંત કુમારને નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 5 જૂને RCBની નાસભાગમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.

6 જૂને સમાચાર આવ્યા હતા કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ના માર્કેટિંગ હેડ નિખીલ સોસલેની પોલીસે ધરપકડ કરી લીધી છે. બેગલુરૂમાં 4 જૂને RCBની વિક્ટ્રી પરેડ પહેલા નાસભાગ મામલે પોલીસે પહેલી ધરપકડ કરી છે. ડીએનએના ત્રણ સ્ટાફ મેમ્બર્સ કિરણ, સુમંથ અને મૈથ્યુને પોલીસે ઝડપી પાડ્યા છે.


  • Follow us on: