- જલગાંવમાં આવેલી એક કેમિકલ ફેક્ટરી આગ ભભૂકી
- ઘટનામાં એકનું મોત, અન્ય 17થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
મહારાષ્ટ્રના જલગાંવમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગની ઘટનામાં 17થી વધુ શ્રમિકો દાઝ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના જલગાંવમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં 17થી વધુ કામદારો ઘાયલ થયા છે. ત્યાં એકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા શ્રમિકો ફેક્ટરીમાં ફસાયેલા છે. મળતી માહિતી મુજબ આગ પહેલા એક મોટો વિસ્ફોટ થયો હતો. આ પછી સમગ્ર ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. જેની ઝપેટમાં અનેક શ્રમિકો આવી ગયા છે. ફેક્ટરીમાં કરોડોનું નુકાસાન થયું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.













