ગુજરાત સરકારની ભલામણ પર મુક્ત કરાયેલા દોષિતોને સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ પાછા જેલમાં મોકલી દીધા હતા. બિલ્કીસ બાનોના ગુનેગારોના કેસમાં ગુજરાત સરકારને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે. ગુજરાત સરકારે બિલ્કીસના નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.


ગુજરાત સરકાર વિરુદ્ધ કઠોર ટિપ્પણીઓ દૂર કરવાની માગ કરવામાં આવી હતી. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પાછા જેલમાં મોકલી દીધા હતા. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના પ્રીમેચ્યોર રીલીઝ ઓર્ડરને રદ કર્યો હતો. આ ઉપરાંત આદેશમાં ગુજરાત સરકાર સામે પણ આકરી ટીપ્પણીઓ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના અવલોકનને યોગ્ય ગણાવાયું

કોર્ટે બિલ્કીસ કેસમાં દોષિતોની મુક્તિ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશમાં કરવામાં આવેલા અવલોકનોને પણ કાઢી નાખવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને 2002 દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં 11 દોષિતોની અકાળે મુક્તિને ફગાવી દેવાના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધની કેટલીક ટિપ્પણીઓને અયોગ્ય ગણાવીને તેને દૂર કરવાની વિનંતી કરી હતી. ગુજરાત સરકારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કઠોર ટિપ્પણી કરી હતી કે ગુજરાતે 'મિત્રોપયોગી અને ગુનેગારો સાથે મિલીભગતથી કામ કર્યું'. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટની આ ટિપ્પણી માત્ર અયોગ્ય અને કેસના રેકોર્ડની વિરૂદ્ધ જ નથી, પરંતુ અરજદાર-ગુજરાત સરકાર સામે પણ પૂર્વગ્રહયુક્ત છે.

  • Follow us on: