- લોકસભાના સ્પીકર પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું હતું
- હવે લંડનમાં પણ ભારતના લોકતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા
બ્રિટન ગયા બાદ સંસદના મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે ભાજપના નેતા અને સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી સામે રાજદ્રોહનો કેસ નોંધવાની માંગ કરી છે. એક દિવસ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું હતું.
ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી પર વિદેશ જઈને સંસદમાં નિવેદન આપવાના મુદ્દે દેશદ્રોહનો કેસ થવો જોઈએ. તેમણે લોકસભાના સ્પીકર પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
પીએમએ રાહુલની ટીકા કરી હતી
એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં જનસભાને સંબોધિત કરતા લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી, પણ લોકશાહીની જનની છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લંડનમાં ભારતની લોકશાહી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. કેટલાક લોકો સતત ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
પીએમએ વધુમાં કહ્યું કે થોડાં વર્ષો પહેલા મને લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, પરંતુ હવે લંડનમાં પણ ભારતના લોકતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.