આજે સવારે પણ ભુજમાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતુ, અને એજન્સીઓ કામે લાગી ગઈ હતી ત્યારે આજે રાજય સરકાર દ્વારા ભુજમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, ગઈકાલે પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ ભુજમાં કર્યો હોવાની વાત સામે આવી હતી, તો ગુજરાતમાં પણ પ્રશાસન એલર્ટ મોર્ડ પર આવ્યું છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ડ્રોનથી હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતુ. રાજસ્થાનમાં પણ સેના એકટિવ મોડમાં કામ કરી રહી છે.
ભુજમાં અંધારપટ છવાયો
હાલ ભુજમાં અંધારપટ છવાયો છે અને રાજ્ય સરકારના આદેશ મુજબ કચ્છમાં બ્લેક આઉટ છે, અંધારૂ થતાની સાથે જ ભુજમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે, લોકોએ સ્વેચ્છાએ બ્લેકઆઉટનું પાલન કર્યુ છે, તો બીજી તરફ ભારતની સેના દરેક પાકિસ્તાનના હથિયારને હવામાં જ પાડી રહી છે એટલે પાકિસ્તાનની ભુંડી હાલત થઈ રહી છે, કચ્છના સરહદી વિસ્તારમાં સેના એલર્ટ મોડમાં છે, સરઘોડામાં પાકિસ્તાનનું F16 વિમાન પણ તોડી પાડવામાં આવ્યું છે.
પાકિસ્તાન ડ્રોન મિશાઈલ છોડી રહ્યું છે પણ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે
સંરક્ષણ મંત્રાલયે કહ્યું, '7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતનાં શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, અવંતિપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યાં હતાં.