- આમ આદમી પાર્ટીએ 2016માં ફીડબેક યૂનિટ તૈયાર કર્યું હતું
- આ યૂનિટથી અનેક લોકોની જાસૂસી કરવામાં આવી
- આરોપ છે કે યૂનિટમાં ભરતી માટે કેન્દ્ર સરકારની પરમિશન લેવાઈ ન હતી
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે સિસોદિયાના વિરોધમાં સીબીઆઈએ જાસૂસી કાંડમાં કેસ નોંધ્યો છે. સીબીઆઈએ ફીડબેક યૂનિટ મુદ્દે સિસોદિયા પર કેસ કર્યો છે. આરોપ છે કે આમ આદમી પાર્ટીએ 2016માં ફીડબેક યૂનિટ તૈયાર કર્યું હતું. આ ફીડબેક યૂનિટથી અનેક લોકોની જાસૂસી કરવામાં આવી હતી. આ પણ આરોપ છે કે આ યૂનિટમાં ભરતી માટે કેન્દ્ર સરકારની પરમિશન લેવામાં આવી ન હતી. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. સીબીઆઈએ સિસોદિયા પર આ બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે.













