•  સિસોદિયાની મની લોન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી
  • સિસોદિયા હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે
  • સિસોદિયા 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે કોર્ટ પાસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટને આ ધરપકડની માહિતી આપતાં EDએ જણાવ્યું કે સિસોદિયાની મની લોન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તે સહકાર આપતા નથી. વિશેષ અદાલતે EDની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, સૌપ્રથમ મનીષ સિસોદિયાને બપોરે બે વાગ્યે કોર્ટમાં હાજર કરો. આ પછી વધુ સુનાવણી થશે.

સિસોદિયા હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ કેટલાક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ સીબીઆઈ જજ એમ.કે. નાગપાલે 6 માર્ચે સિસોદિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ન્યાયાધીશે તેમને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ  કસ્ટડીમાં મોકલતા પહેલા સાત દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. કોર્ટે સીબીઆઈને શુક્રવાર સુધીમાં સિસોદિયાની જામીન અરજી પર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મનીષ સિસોદિયાએ જામીન અરજીમાં શું કહ્યું?

સિસોદિયાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તેમણે તપાસ દરમિયાન કેન્દ્રીય એજન્સીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સિસોદિયાએ કહ્યું કે તમામ જપ્તી થઈ ચૂકી હોવાથી તેમને કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી અને આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. તેમણે કહ્યું કે તેઓ એક મહત્વપૂર્ણ બંધારણીય પદ સંભાળી ચુક્યા છે અને સમાજમાં તેમનું એક સ્થાન છે. 

  • Follow us on: