• EDએ સિસોદિયાની 10 દિવસની કસ્ટડીની માંગ કરી હતી
  • સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવાની જરૂર છેઃ ED
  • કવિતા અને મનીષ સિસોદિયા સંપર્કમાં હતા: ED

દિલ્હીના એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાના રિમાન્ડ અને જામીન પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સિસોદિયાના સાત દિવસના EDના રિમાન્ડ મંજૂર કર્યા છે. EDએ સિસોદિયાની 10 દિવસની કસ્ટડીની માંગ કરતી વખતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ કૌભાંડ આબકારી નીતિના ડ્રાફ્ટિંગ સાથે શરૂ થયું હતું. જે સિસોદિયા અને અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિસોદિયાના વકીલે EDનો જોરદાર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે જામીન પર વધુ સુનાવણી 21મી માર્ચે કરવા જણાવ્યું છે.

સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો નહતોઃ ED

EDના વકીલે કહ્યું કે દારૂના વેચાણ માટે લાયસન્સ આપવા માટે નક્કી કરવામાં આવેલી સિસ્ટમનું પણ ઉલ્લંઘન થયું છે. કાર્ટેલની રચના કરવામાં આવી હતી. પસંદગી પામેલા લોકોને લાભ મળ્યો હતો. આરોપી સાથે સંકળાયેલા સીએ પણ કેટલીક બાબતોનો ખુલાસો કર્યો છે. EDએ કહ્યું કે સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો ન હતો.

કવિતા અને સિસોદિયા સંપર્કમાં હતા: ED

EDએ કોર્ટને જણાવ્યું કે કે કવિતા અને મનીષ સિસોદિયા સંપર્કમાં હતા. વિજય નાયરે વચેટિયા તરીકે કામ કર્યું હતું. કે કવિતા અને વિજય નાયરની વોટ્સએપ ચેટને ટાંકીને EDએ કહ્યું કે કવિતા વિજય નાયરને મળી હતી, બંને વચ્ચે વાતચીત થઈ હતી. દક્ષિણ લોબીએ AAP નેતાઓને 100 કરોડ રૂપિયા આપ્યા. કેટલીક કંપનીઓને જંગી લાભ આપવાનું ષડયંત્ર હતું.

દારૂના વેચાણમાં નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન થયું: ED

EDએ કોર્ટને કહ્યું કે સિસોદિયા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. દારૂના વેચાણ માટે નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન થયું છે. સિસોદિયાના કહેવા પર નિયમ બદલવામાં આવ્યો હતો. તેના કહેવા પર જ નફો વધ્યો. વિજય નાયર સમગ્ર ષડયંત્રને અંજામ આપી રહ્યો હતો.

એક્સાઇઝ પોલિસી તૈયાર કરવા પાછળ ષડયંત્ર : ED

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટને જણાવ્યું હતું કે એક્સાઇઝ પોલિસી બનાવવા પાછળ એક ષડયંત્ર હતું. EDએ કોર્ટમાં કહ્યું કે સિસોદિયાની પૂછપરછ માટે રિમાન્ડ જરૂરી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે દારૂની નીતિથી કેટલાક લોકોને ફાયદો થયો છે. લિકર પોલિસીમાં 12 ટકાનો લાભ આપવામાં આવ્યો છે.



  • Follow us on: