• અમિત શાહે અડધી રાત્રે પણ એમને સમય આપ્યો
  • ખાસ મુલાકાતમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ
  • દિલ્હીમાં કેટલાક નેતાઓની મુલાકાત વધી રહી છે

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓની મુલાકાતમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કેટલાક નેતાઓના દિલ્હીમાં આંટાફેરા વધી ગયા છે. આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડી પુરંદેશ્વરીએ ટ્વીટ કરીને એક ચર્ચાસ્પદ માહિતી આપી હતી. ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. જેને લઈને રાજકીય લોબીમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

નિવાસ સ્થાને કરી હતી બેઠક

અમિત શાહ સાથે મોડી રાત્રે મુલાકાત નક્કી થઈ હતી. અમિત શાહ પણ એમને મળ્યા હતા. ડી પુરંદેશ્વરીએ સવાલ કર્યો હતો કે, જે લોકો ચંદ્રબાબુની ધરપકડ માટે ભાજપને જવાબદાર ઠેરવતા હતા, તેઓ હવે શું કહેશે. જો કેન્દ્ર સરકારના ઈરાદા ચંદ્રબાબુ પ્રત્યે સારા ના હોત તો અમિત શાહ પુત્ર નારા લોકેશન સાથે કોઈ પ્રકારની મુલાકાત કરત જ નહીં. બુધવારે મોડી રાત્રે તેલગુ દેશમ પાર્ટીના નેતા નારા લોકેશે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે એમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. આ બેઠકમાં આંધ્રપ્રદેશના બીજેપી નેતા ડી પુરુન્ડેશ્વરી અને તેલંગાણા બીજેપી અધ્યક્ષ જી. કિશન રેડ્ડીએ ખાસ હાજરી આપી હતી. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી.

જીવનું જોખમ હોવાની વાત

આ બેઠક દરમિયાન તેણે જેલમાં પોતાના પિતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના જીવ પર જોખમ હોવાની આશંકા વ્યક્ત દર્શાવી હતી. તેલંગાણામાં, ચંદ્રબાબુ નાયડુની કાપુ જાતિના લોકો ભાજપથી ખુશ ન હતા. લોકો માની રહ્યાં હતા કે ચંદ્રાબાબુ નાયડુની ભ્રષ્ટાચારના આરોપમાં ભાજપ પાર્ટી અને જગન મોહન રેડ્ડીએ મળીને ધરપકડ કરાવેલ છે. ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશની, ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતને પગલે, ભાજપને સ્પષ્ટ રીતે પોતાના વિચારો વ્યક્ત કરવાની રાજકીય તાકાત મળી ગઈ છે.

અનેક પ્રકારની ચર્ચા

આ મુલાકાને કારણે રાજકીય લોબીમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજકારણમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે તેલંગણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીએ બે વખત અને ગૃહમંત્રી અમિત શાહે એક વખત તેલંગણામાં સભા ગજવી હતી. જોકે, આ મુલાકાત બાદ કેટલાક સમીકરણો રચાવા લાગ્યા છે. 

  • Follow us on: