- ચંદ્ર પર વિક્રમ-પ્રજ્ઞાન ક્યારે થશે એક્ટિવ ?
- 22 સપ્ટેમ્બરથી ઇસરો કરી રહ્યું છે પ્રયાસ
- હવે થોડા દિવસોમાં જ ચંદ્ર પર થઇ જશે રાત
ચંદ્ર પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 2જી સપ્ટેમ્બરથી સ્લીપ મોડમાં છે. હજી સુધી બંનેને એક્ટિવ કરવામાં ઇસરોને સફળતા મળી નથી. ઇસરો દ્વારા સિગ્નલ તો મોકલવામાં આવે છે પરંતુ ત્યાંથી કોઇ સિગ્નલ રિટર્ન નથી આવી રહ્યા 22 સપ્ટેમ્બરથી વિક્રમ અને પ્રજ્ઞાનને ફરીથી એક્ટિવ કરવાની આશા ઠગારી નીવડી છે ત્યારે હવે ચંદ્રમા પર સૂર્ય અસ્ત થવા જઇ રહ્યો છે.
ઇસરો સતત મોકલે છે સિગ્નલ
કહેવામાં આવી રહ્યું હતું કે ચંદ્ર પર રાત હોવાને કારણે તીવ્ર ઠંડી હોવાથી વિક્રમ અને પ્રજ્ઞાનની બેટરી ચાર્જ થઇ રહી નથી. પરંતુ 22 સપ્ટેમ્બરે ચંદ્ર પર દિવસ ઉગ્યો. જેથી આશા હતી કે સૂર્યના કિરણોથી વિક્રમ અને પ્રજ્ઞાનની બેટરી ચાર્જ થશે. કારણ કે વૈજ્ઞાનિકોએ શરૂઆતના દિવસોમાં બેટરીની કેપેસિટી 15 દિવસની રાખી હતી. તે સમય દરમિયાન બંને એક્ટિવ રહીને કામગીરી કરી પરંતુ જેમજેમ બેટરી ઓછી થઇ તો બંનેએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. જેથી સૂર્ય પર દિવસ થતા વૈજ્ઞાનિકોને આશા હતી કે બેટરી ચાર્જ થશે. 22 સપ્ટેમ્બરથી આજદિન સુધી ઇસરો દ્વારા સતત સિગ્નલ મોકલવામાં આવ્યા પરંતુ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર તરફથી કોઇ સંકેત મળી રહ્યા નથી.
ચંદ્ર પર રાત થાય તો શું ?
ઉલ્લેખનીય છે કે જ્યારે ચંદ્ર પર રાત હોય ત્યારે તાપમાન માઈનસ 180 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. ભારે ઠંડીમાં બેટરી અને અન્ય ઉપકરણોનું નિષ્ફળ થવું સામાન્ય બાબત છે. 2 સપ્ટેમ્બરે પ્રજ્ઞાન અને 4 સપ્ટેમ્બરે ISRO દ્વારા વિક્રમને સ્લીપ મોડમાં રાખવામાં આવ્યાહતા. તે દિવસથી લઇને આજ સુધી પ્રજ્ઞાન પૃથ્વીની સરખામણીમાં ચંદ્રની સપાટી પર 27 દિવસ અને વિક્રમે છેલ્લા 25 દિવસથી સ્લીપ મોડમાં જ છે. બંનેએ કોઈ સિગ્નલ મોકલ્યા નથી. ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 28 દિવસ જેટલો હોય છે, જેમાંથી સૂર્ય 14 દિવસ ચંદ્રના આકાશમાં રહે છે અને પછીના 14 દિવસ સુધી ચંદ્રના આકાશમાં રહેતો નથી. જો કે હજી ઇસરો પાસે 5થી 6 દિવસનો સમય છે. પરંતુ જો વિક્રમ અને પ્રજ્ઞાન એક્ટિવ એક દિવસ પહેલા પણ થાય તો આ પ્રયાસ નિષ્ફળ ગણાશે કારણ કે થોડા દિવસોમાં જ ચંદ્ર પર રાત થઇ જશે. 30 સપ્ટેમ્બરથી જ ચંદ્ર પર સૂર્ય ધીરે ધીરે અસ્ત થવાનું શરૂ થઇ ગયું છે.