• ચારધામ યાત્રામાં ભક્તોનું ઉમટ્યુ ઘોડાપુર
  • લાખોની સંખ્યામાં નોંધાયા શ્રદ્ધાળુઓ
  • વીઆઇપી દર્શનને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

10મેથી શરૂ થયેલી ચાર ધામ યાત્રમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જો કે હજી પણ એટલી જ સંખ્યામાં ચારધામ પહોંચી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન રજિસ્ટ્રેશન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જેથી હજારોની સંખ્યામાં યાત્રીઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. તો યાત્રીઓને અગવડતા ન પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વીઆઇપી દર્શન ક્યાં સુધી બંધ?

ચારધામ યાત્રામાં જવુ હોય તો રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. અગાઉથી જ રજિસ્ટ્રેશન કરવુ પડે છે જો તમે રજિસ્ટર્ડ ન કર્યુ હોય તો મુશ્કેલી પડી શકે છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા રજિસ્ટ્રેશન પ્રમાણે જ યાત્રીઓને સુવિધા આપવામાં આવી રહી છે. તેવામાં વીઆઇપી દર્શનને લઇને પ્રવાસીઓમાં રોષ હતો તેને ધ્યાને રાખીને હવે વીઆઇપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે 10 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. 10 જૂન સુધી કોઇ વીઆઇપી ચાર ધામના દર્શને જઇ શકશે નહી.

2 જૂન સુધી કેટલા યાત્રીઓએ કર્યા દર્શન ?

કેદારનાથ-06,27,213

બદ્રીનાથ-03,79,042

યમુનોત્રી-02,85,631

ગંગોત્રી-02,75,210

હેમકુંડ સાહિબ-23,425

2જૂન સુધી કેટલા લોકોએ કર્યા દર્શન?

ચાર ધામ યાત્રામાં 2 જૂન સુધી કુલ 15 લાખ 67 હજાર 096 ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા છે. 2 જૂન સુધી 6 લાખ 27 હજાર 213 શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા હતા, જ્યારે 3 લાખ 79 હજાર 042 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ, 2 લાખ 85 હજાર 631 યમુનોત્રી અને 2 લાખ 75 હજાર 210 શ્રદ્ધાળુઓએ ગંગોત્રીના દર્શન કર્યા હતા, જ્યારે શીખોના પવિત્ર સ્થળોએ 81 હજાર 75 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. ધાર્મિક સ્થળ હેમકુંડ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી.

ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ થયું

રાજ્ય સરકારે હવે 1 જૂનથી ઓનલાઈન નોંધણી શરૂ કરી છે. હવે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ગત વખતે ચાર ધામ યાત્રા દરમિયાન 56 લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામના દર્શન કર્યા હતા. આ વખતે આ આંકડો તૂટશે તેવી ધારણા છે. જેને લઇને રાજ્ય સરકાર ચારધામ યાત્રાની સતત તૈયારીઓ કરી રહી છે. ઉત્તરાખંડ મુખ્યમંત્રી ધામી પણ પ્રવાસ પર સતત નજર રાખી રહ્યા છે.


  • Follow us on: