• નક્સલીઓએ ટ્રકને નિશાન બનાવીને કર્યો હતો બ્લાસ્ટ 
  • ઘટનામાં અનેક જવાનો ઘાયલ, 2 જવાનો શહીદ
  • નક્સલવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ

છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો છે. જેમાં અનેક જવાનો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં 2 જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સિલ્ગર વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા IED બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જવાનોની હિલચાલ વચ્ચે નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, નક્સલીઓએ ટ્રકને નિશાન બનાવીને બ્લાસ્ટ કર્યો હતો. આ વિસ્ફોટમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને નક્સલવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

  • Follow us on: