- કે.કવિતાની વચગાળાની જામીન અરજી પર કોર્ટે નિર્ણય અનામત રાખ્યો
- રાઉઝ એવન્યુ કોર્ટ આગામી સોમવારે જામીન અરજી પર ચુકાદો આપશે
- કે. કવિતાની નિયમિત જામીન અરજી પર કોર્ટ 20 એપ્રિલે સુનાવણી કરશે
દિલ્હી લિકર કૌભાંડ કેસમાં CM કેજરીવાલની ધરપકડના થોડા દિવસો પહેલા જ BRS નેતા કે.કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. કે.કવિતાની વચગાળાની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હવે પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટ આગામી સોમવારે એટલે કે 8મી એપ્રિલે જામીન અરજી પર ચુકાદો આપશે. કે. કવિતાની નિયમિત જામીન અરજી પર કોર્ટ 20 એપ્રિલે સુનાવણી કરશે.
મળતી માહિતી મુજબ કે.કવિતાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોર્ટમાં માત્ર જામીન માટે જ ચર્ચા થઈ હતી. સિંઘવીએ કહ્યું કે કવિતાના બાળકની પરીક્ષા એપ્રિલ મહિનામાં શરૂ થવા જઈ રહી છે. તેમના 16 વર્ષના બાળકને પરીક્ષા દરમિયાન માતાના સપોર્ટની જરૂર હોય છે. માતા ની ઉણપ ના તો ભાઈ કે પિતા પુરી કરી શકે છે. આવી સ્થિતિમાં તેને જામીન મળવા જોઈએ.













