- ભારતે પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું
- ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ પ્રાઇમનું પરીક્ષણ
- અગ્નિ-P તરીકે પણ ઓળખવામાં આવે છે અગ્નિ પ્રાઇમ
ભારતે પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ બુધવારે સાંજે ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ તેના સચોટ લક્ષ્ય માટે પણ જાણીતી છે અને તે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે.
સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા મેળવી છે. ભારતે પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ બુધવારે સાંજે ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું. SFC અને DRDOના આ સંયુક્ત પરીક્ષણમાં ભારતે નવી પેઢીની મિસાઈલનું પ્રદર્શન કર્યું. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, આ પરીક્ષણ તમામ માપદંડોને પૂર્ણ કરે છે.
સફળ પરીક્ષણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે SFC, DRDO અને આર્મીને આ માટે અભિનંદન પાઠવ્યા છે. અગ્નિ પ્રાઇમની ખાસ વાત એ છે કે તે અગ્નિ શ્રેણીની સૌથી ઘાતક મિસાઈલ છે અને આધુનિક અને મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે.
જાણો અગ્નિ પ્રાઇમની વિશેષતા
- 1 હજારથી 2 હજાર કિલોમીટરની અગ્નિ પ્રાઇમની રેન્જ
- અગ્નિ પ્રાઇમને અગ્નિ-P તરીકે પણ ઓળખવામાં આવે છે
- અગ્નિ પ્રાઇમ ગયા વર્ષે જૂનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું
- ગયા વર્ષે જૂનમાં દેશમાં 'અગ્નિ પ્રાઇમ'નું સફળ નાઇટ ટેસ્ટિંગ કરાયું
- એપ્રિલમાં ઓડિશાના અખાતમાં એક જહાજ પરથી સફળ પરીક્ષણ
- ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું
- આ બેલિસ્ટિક મિસાઈલ સંરક્ષણ કાર્યક્રમનો એક ભાગ હતો
- સમુદ્રમાંથી છોડવામાં આવેલી મિસાઈલ દુશ્મનોનો કરશે ખાત્મો
ગયા મહિને જ ભારતે મિશન દિવ્યસ્ત્ર અંતર્ગત સ્વદેશી અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલમાં મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ પોતાની મિસાઈલમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં અમેરિકા અને ચીન જેવા દેશો પહેલાથી જ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.