• રાજનાથ સિંહ સોમવારથી વિદેશ યાત્રાએ
  • સંરક્ષણ ક્ષેત્રે દ્વીપક્ષીય ભાગીદારી વધારવા અપાશે જોર
  • ફ્રાન્સ, પેરિસ અને રોમની પણ લેશે મુલાકાત

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારથી ચાર દિવસ ઇટલી અને ફ્રાંસની મુલાકાતે જઇ રહ્યા છે. દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને લશ્કરી સાધનોના સંયુક્ત વિકાસને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક સહયોગની શોધ કરવા પર ચર્ચા તેઓ ચર્ચા કરશે.

યુરોપના પ્રવાસે જશે રાજનાથસિંહ

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બે દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ રોમ જશે, જ્યાં તેઓ ઇટાલીના સંરક્ષણ પ્રધાન ગિડો ક્રિસિયોટો સાથે વિસ્તૃત ચર્ચા કરશે. મહત્વનું છે કે માર્ચમાં ઇટાલીના વડા પ્રધાનની ભારત મુલાકાત દરમિયાન ભારત અને ઇટાલી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની હતી.મંત્રાલયે કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ 9 થી 12 ઓક્ટોબર સુધી ઈટાલી અને ફ્રાન્સની મુલાકાત લેશે. પેરિસમાં સિંઘ ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ સાથે પાંચમા વાર્ષિક ભારત-ફ્રાન્સ સંરક્ષણ સંવાદમાં ભાગ લેશે.

અગાઉ પીએમ મોદીએ ગયા હતા ફ્રાન્સ

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'ભારત અને ફ્રાન્સે તાજેતરમાં વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ઔદ્યોગિક સહયોગ સહિત ઊંડા અને વ્યાપક દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રોમ અને પેરિસમાં રક્ષા મંત્રી ઔદ્યોગિક સહયોગ માટેની સંભવિત તકો અંગે ચર્ચા કરવા માટે સીઈઓ અને સંરક્ષણ ઉદ્યોગના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે રોમ અને પેરિસમાં સિંઘની મંત્રણામાં લશ્કરી પ્લેટફોર્મના સંયુક્ત વિકાસની શક્યતાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં ફ્રાન્સની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન બંને દેશોએ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર માટે એન્જિનના સંયુક્ત વિકાસ અને ભારતીય નૌકાદળ માટે ત્રણ સ્કોર્પિન સબમરીનના નિર્માણ સહિત અનેક મહત્વપૂર્ણ સંરક્ષણ સહયોગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.

  • Follow us on: