- અધીરરંજન ચૌધરી અને રાજનાથ ગૃહમાં સામસામે
- રાજનાથે ચીન મામલે વિપક્ષ નેતાને રોકડો જવાબ દીધો
- રાજનાથ બોલ્યા ઈતિહાસમાં ન પડો તો સારૂ રહેશે
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિપક્ષ નેતા અધીર રંજન વચ્ચે તણખા ઝરી ગયા હતા. બન્ને નેતાઓના આક્રમક મૂડ જોવા મળ્યા હતા. રાજનાથસિંહ જ્યારે ચંદ્રયાન 3ની સફળતા અંગે પોતાની વાત કરી રહ્યા હતા. એ સમયે અધીર રંજન ચૌધરીને જવાબ આપ્યો હતો કે, ઈતિહાસમાં ન જાવ. હું છાતી પહોડી કરવા માટે તૈયાર છું. ચીનના મુદ્દે હું છાતી ખોલીને ચર્ચા કરવા માટે તૈયાર છું એવો એમનો કહેવાનો અર્થ હતો.
રાજનાથને પકડાર ફેંક્યો
સદનમાં જ્યારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પડકાર ફેંક્યો કે, કોઈ ચીન મુદ્દે ચર્ચા કરી શકે ખરા? એ સમયે જવાબ દેવા માટે રાજનાથસિંહ ઊભા થયા હતા. જ્યારે રાજનાથસિંહ ચંદ્રયાન અંગે વાત કરી રહ્યા હતા, સફળતા ગણાવી રહ્યા હતા એ સમયે ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ચીન અંગે પડકાર ફેંક્યો હતો. એ અંગે રાજનાથસિંહે કહ્યું હતું કે, પૂરી હિંમત છે...અધીર રંજનજી, ઈતિહાસમાં ન લી જાવ. હું ચર્ચા કરવા માટે તૈયાર છું. છાતી પહોડી કરીને ચર્ચા કરવા માટે તૈયાર છું. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે થોડા સમય માટે હંગામો પણ થયો હતો.
રાજનાથે બોલવાનું ચાલું રાખ્યું
વિપક્ષના અન્ય નેતાઓએ પણ એમને ટોકવા અને રોકવા માટેના પ્રયાસ કર્યા હતા. પણ રાજનાથે બોલવાનું ચાલું રાખ્યું હતું. રાજનાથે કહ્યું હતું કે, વિપક્ષના ઘણા નેતાઓ એવું કહે છે કે, ભારતીય સંસ્કૃતિ અને વિજ્ઞાન સાથે ન ચાલી શકે. જો તમે વૈજ્ઞાનિક વિચાર રાખો છો તો મૂર્તિ પૂજા કેવી રીતે કરી શકાય. એમના માટે સંસ્કૃતિનો વિરોધ કરવો આજે પ્રગતિવાદનું સૂચક બની ગયું છે. હકીકત એવી છે કે, ગલવાન ઘાટી વિસ્તારમાં ચીન અને ભારતના સૈન્ય વચ્ચે ઘર્ષણ થયા બાદ ચીન અને ભારતના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.