દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે રામલીલા મેદાનમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. SPGએ રામલીલા મેદાન પર કબજો કરી લીધો છે. આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ 12 વાગ્યે દિલ્હીને નવા મુખ્યમંત્રી મળશે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર નવા મુખ્યમંત્રીને શપથ લેવડાવશે. રામલીલા મેદાનમાં ત્રણ મોટા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને લગભગ 30 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.


વડા પ્રધાન, ગૃહ પ્રધાન, લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હીના મુખ્ય પ્રધાન મુખ્ય મંચ પર બેસશે

વડા પ્રધાન, ગૃહ પ્રધાન, લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હીના મુખ્ય પ્રધાન મુખ્ય મંચ પર બેસશે. બીજા સ્ટેજ પર ધાર્મિક ગુરુઓ માટે બેસવાની જગ્યા હશે અને ત્રીજા સ્ટેજ પર દિલ્હીના વર્તમાન સાંસદો અને ચૂંટાયેલા ધારાસભ્યો બેસશે. આ કાર્યક્રમ સવારે 11:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:25 વાગ્યે સમાપ્ત થશે. ફિલ્મ સ્ટાર્સને સ્ટેજની નીચે જગ્યા આપવામાં આવી છે.

દિલ્હી પોલીસ કમિશનર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા રામલીલા ગ્રાઉન્ડ પહોંચ્યા હતા

દિલ્હી પોલીસ કમિશનર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા રામલીલા ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેમની સાથે રામલીલા ગ્રાઉન્ડમાં સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર, સ્પેશિયલ સીપી ટ્રાફિક અને ઘણા ડીસીપી હાજર રહયા હતા.

કોણ બનશે દિલ્હીના સીએમ?

દિલ્હીના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો આજે અંત આવવા જઈ રહ્યો છે. બીજેપી આજે દિલ્હીના મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા જઈ રહી છે. નવા સીએમનું નામ પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરવામાં આવશે. નવા મુખ્યમંત્રીને લઈને અનેક નામોની ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં પહેલું નામ પ્રવેશ વર્માનું છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ પ્રવેશ વર્મા હાલમાં સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા 115.65 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે અને તેમની સામે ફોજદારી કેસ ચાલી રહ્યો છે.


  • Follow us on: