• CBIએ દિલ્હીની નવી લિકર પોલિસી અને તેમાં કેજરીવાલની ભૂમિકા અંગે કોર્ટમાં અનેક દાવા કર્યા
  • સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે 16 માર્ચ, 2021ના રોજ દારૂના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો
  • કેજરીવાલ સચિવાલયમાં મગુંતા રેડ્ડીને પ્રથમ વખત મળ્યા હતા

બુધવારે સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. દરમિયાન સીબીઆઈએ દિલ્હીની નવી લિકર પોલિસી અને તેમાં કેજરીવાલની ભૂમિકા અંગે કોર્ટમાં અનેક દાવા કર્યા છે. આ તમામ સમાચાર વચ્ચે કેજરીવાલે કહ્યુ કે સિસોદિયાવાળુ નિવેદન તોડી મરડી રજૂ કરાયુ મનિષ સિસોદિયા નિર્દોષ છે. આ લોકોનો ઉદ્દેશ્ય અમને બદનામ કરવાનો. 

સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ કહે છે કે વિજય નાયરે તેમની સાથે કામ કર્યું નથી

સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે 16 માર્ચ, 2021ના રોજ દારૂના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન કેજરીવાલ તેમને લિકર પોલિસીને લઈને મળ્યા હતા. કેજરીવાલ 16 માર્ચના રોજ સચિવાલયમાં મગુંતા રેડ્ડીને પ્રથમ વખત મળ્યા હતા. તેઓ સાંસદ છે અને દક્ષિણમાં મોટું નામ છે. તેઓ કેજરીવાલને મળ્યા અને દિલ્હીની લિકર પોલિસી અંગે સમર્થન માંગ્યું. આના પર કેજરીવાલે મદદનું આશ્વાસન આપ્યું પરંતુ આમ આદમી પાર્ટીને ફંડ આપવાનું કહ્યું.

કેજરીવાલે સિસોદિયા વિશે શું કહ્યું?

સીબીઆઈએ કહ્યું કે મંગુથા રેડ્ડીને કે. કવિતા સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. 19 માર્ચ, 2021ના રોજ કવિતાએ રેડ્ડીનો સંપર્ક કર્યો અને તેને હૈદરાબાદમાં મળવા કહ્યું. હૈદરાબાદમાં કવિતાએ રેડ્ડી પાસેથી 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રેડ્ડીને કહેવામાં આવ્યું હતું કે તેઓ પહેલેથી જ નવી લિકર પોલિસી પર કામ કરી રહ્યા છે અને તેમને આ નીતિ પર સાથે મળીને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ બધું મુખ્ય પ્રધાન કેજરીવાલની સૂચનાથી થયું.

19 માર્ચ, 2021ના રોજ કવિતાએ રેડ્ડીનો સંપર્ક કર્યો

સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ કહે છે કે વિજય નાયરે તેમની સાથે કામ કર્યું નથી પરંતુ તેમણે આતિશી અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કર્યું છે. સીબીઆઈનો દાવો છે કે આ રીતે કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસીની સંપૂર્ણ જવાબદારી મનીષ સિસોદિયા પર નાખી દીધી. કેજરીવાલે કહ્યું કે એક્સાઇઝ પોલિસીનો વિચાર તેમનો નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો.

સીબીઆઈનો દાવો છે કે અમને કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે.

સીબીઆઈનો દાવો છે કે અમને કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. તે એ પણ નથી જણાવી રહ્યા કે વિજય નાયર તેની નીચે કામ કરતો હતો. કેજરીવાલ કહે છે કે તે આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ હેઠળ કામ કરતો હતો અને તેણે સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો અને કહ્યું કે તેને એક્સાઇઝ પોલિસી વિશે કોઈ જાણકારી નથી.

CBIએ શા માટે ધરપકડ કરી?

કેજરીવાલની ધરપકડ કરવાનું સીબીઆઈનું કારણ એ હતું કે તેઓ નવી લિકર પોલિસીને મંજૂરી આપનાર કેબિનેટનો ભાગ હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે લાંચ લીધા બાદ હિતધારકોની ઈચ્છા મુજબ દિલ્હીની એક્સાઈઝ પોલિસી 2021-22માં સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું.

કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું- કેજરીવાલને અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો નથી અને અમને જાણ નથી. જે રીતે આ કરવામાં આવ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમને મીડિયા દ્વારા જાણ થઈ. અમારી માંગ છે કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીની નકલ પણ અમને આપવામાં આવે.

  • Follow us on: