• એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે
  • જામીન પર 10 માર્ચે સુનાવણી થશે
  • EDએ અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે દિલ્હી એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. મનીષ સિસોદિયાની તિહારની જેલ નંબર-1માં પૂછપરછ કરવામાં આવશે. જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ પૂછપરછ માટે બપોરે તિહાર જેલ પહોંચશે. આ પહેલીવાર છે જ્યારે ઇડી એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમના જામીન પર 10 માર્ચે સુનાવણી થશે.

ઈડીએ એક્સાઈઝ કેસમાં વધુ એક ધરપકડ કરી છે. હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની અટકાયત કરી છે. EDના અધિકારીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિસોદિયાનું નિવેદન રેકોર્ડ કરશે. જણાવી દઈએ કે સીબીઆઈએ ગયા મહિને આ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.

EDએ અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે

લાંબી પૂછપરછ બાદ પિલ્લઈને સોમવારે (6 માર્ચ) સાંજે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની ફોજદારી કલમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે. પિલ્લઈને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ED પૂછપરછ માટે તેની કસ્ટડીની વિનંતી કરશે.

મનીષ સિસોદિયા જ્યુડિશિયલ કસ્ટડીમાં

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે AAP નેતા મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) ની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ચાલી રહેલી તપાસમાં સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

  • Follow us on: