- દિલ્હી લીકર પોલિસી સ્કેમનો મામલો
- મનીષ સિસોદિયાની કસ્ટડીમાં કરાયો વધારો
- 22 જુલાઇ સુધી લંબાવામાં આવી ન્યાયિક કસ્ટડી
દિલ્હી લીકર પોલિસી સ્કેમ મામલે મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટનો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં હજુ રાહત મળી નથી. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.
હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો છે સુપ્રિમ કોર્ટમાં
મહત્વનું છે કે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન માટે દિલ્હી હાઈકોર્ટથી નારાજ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મનીષ સિસોદિયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ સીબીઆઈ અને ઈડી કેસમાં જામીનની માંગ કરતા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
તિહાર જેલમાં છે મનીષ સિસોદિયા
મહત્વનું છે કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને ગયા વર્ષે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી અને ઈડીએ 9 માર્ચે ધરપકડ કરી હતી. આ પછી તેમણે કેજરીવાલની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ સિસોદિયા તિહાર જેલમાં બંધ છે.
શું છે મનીષ સિસોદિયા પર આરોપ ?
મનીષ સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ તિહાડ જેલમાં બંધ છે. CBI અને ED દ્વારા મનીષ સિસોદિયા પર દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે, લાયસન્સ ધારકોને અનુચિત લાભ આપવા, લાયસન્સ ફી માફ કરવા અથવા ઘટાડવા અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર લાયસન્સ આપવાનો આરોપ છે.